Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા વોર્ડમાં નાડાવાળી પોળ પાસે, રંગાટી બજાર, આસ્ટોડિયા ખાતે શરત ભંગ કરી ઊભી કરાયેલ મસ મોટી ઈમારતમાં….!વોર્ડ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ફરજ પ્રત્યેની બેદરકારી !ડીવાયએમસી મુકપ્રેક્ષની ભૂમિકામાં !

વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા.. તા. ૨૭-૦૭-૨૦૨૩

ખાડિયા વિસ્તારમાં રાજકીય બની બેઠેલા બિલ્ડરો અને અધિકારીઓની મજબૂત અને ગુપ્ત સાઠ ગાંઠથી ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો નિયમો અને શરતો વિરુદ્ધના ઉભા થઈ ગયા હોવાને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો સ્થાનિક પ્રજા કરી રહી છે. આ બાબતે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં કાયદાનો અમલ થતો ન હોવાની જનસમૃદ્ધિ ન્યુઝને ચોકાવનારી માહિતી મળેલ હતી. જેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ અંગે અહેવાલો પ્રસિદ્ધ કરી, તંત્રનું ધ્યાન દોરેલ છે. તેમ છતાં કાયદાનો અમલ ના થાય તો ચોક્કસ આ નિયમ અને શરતો વિરુદ્ધ ની પરિપૂર્ણ થયેલ નાડાવાળી પોળના નાકે કાર્યરત હેરિટેજ ઇમારતમાં મસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો અહેસાસ સ્થાનિક પ્રજા કરી રહી છે.

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આ મસ મોટી હેરિટેજ ઇમારત વિરુદ્ધ અને જવાબદાર અધિકારીઓની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી બાબતે ટેલીફોનિક ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાવવામાં આવે છે. તેનો વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ.