ગુજરાત પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા રાજ્યમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કે શ્રેષ્ઠતા પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવાની આગવી પરંપરા કંડારી છે…
અમદાવાદની ટ્રાફિકની સમસ્યા હળવી બને અને પ્રજાને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવનાર નિષ્ઠાવાન કર્તવ્ય નિષ્ઠ અને આમ જનતામાં લોકપ્રિય એવા અમદાવાદ પૂર્વના ડીસીપી શ્રી સફી હસન દ્વારા સારી કામગીરી કરી, પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સદાય તત્પર રહ્યા છે, તેમના આ પ્રદાન તથા યુવાનોમાં તેમની વિશિષ્ટ પ્રતિભાને લીધે આદર્શરૂપ છે એટલે પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, મંત્રી ભૂમિતભાઈ પંચાલ, મહામંત્રી ચિરાગભાઈ શાહ, પત્રકાર એકતા પરિષદ મહિલા સેલના પાર્વતીબેન શર્મા અને કારોબારી સભ્યો કમલેશભાઈ પટેલ તેમજ જગદીશભાઈ શાહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરની પત્રકાર એકતા પરિષદની ટીમ દ્વારા ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ અધિકારીઓને સ્મૃતિ ભેટ આપી, સન્માન કરવાની કાર્ય પદ્ધતિને ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા તે બદલ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી અને ઉપ-પ્રમુખની સાથે સાથે સમગ્ર ટીમ તેઓનો પણ આભાર વ્યક્ત કરે છે.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!