Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

મધ્ય ઝોન એસ્ટેટ અને હેરિટેજ વિભાગના અધિકારીઓ નાડાવાળી પોડના નાકે નિયમ વિરુદ્ધ પૂર્ણ થયેલ હેરિટેજ મિલકત ઉપર મહેરબાન કેમ ?

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ..

આમ જનતાને વાતે વાતે નિયમ કાયદો અને કાનૂન બતાવતા સરકારી બાબુઓ માલેકુંજારોના ખોળે બેસીને નિયમો પણ અભરાઈએ ચડાવી દઈને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લેતા હોય તેવો અહેસાસ સ્થાનિક પ્રજા કરી રહી છે.

ખાડિયા વોર્ડમાં નાડાવાળી પોડના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા ખાતે આવેલ હેરિટેજ ઇમારતમાં રીપેરીંગની મંજૂરી મેળવી.. રીપેરીંગના ઓથા હેઠળ નિયમોનો ભંગ કરેલ હોવાથી.. તંત્ર દ્વારા આ મિલકતને નોટિસો આપેલ હતી અને ત્યારબાદ સીલ પણ મારવામાં આવેલ હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.

આ હેરિટેજ ઇમારતમાં રજા ચિઠ્ઠીની શરતોનો ભંગ કરી, કામગીરી પૂર્ણ કરેલ છે.. તેમ છતાં જવાબદાર અધિકારીઓ આ ઈમારતને સીલ મારી.. કાયદાનો અમલ કરવા તૈયાર નથી ?

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૧૨-૦૭-૨૦૨૩ ના રોજ આ નિયમ વિરુદ્ધની હેરિટેજ ઇમારતનો અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરેલ હતું. જવાબદાર અધિકારી દ્વારા આ અહેવાલ પછી કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી તે બાબતે જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા મધ્ય ઝોનના ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો સંપર્ક કરવા જણાવેલ. ત્યારબાદ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો સંપર્ક કરતા જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ નિયમ વિરુદ્ધની ઈમારતને સીલ મારવા બાબતે રજૂઆત કરતા તેઓએ જણાવેલ કે આ મિલકતને સીલ મારવા અંગેની કાર્યવાહી હાથ ધરવા બાબતે હું જોવડાઈ લઉં છું…

ખાડિયા વોર્ડમાં આડેધડ ઉભા થતાં ગેરકાયદેસર બાંધકામોને જોતા ખાડિયા વોર્ડમાં સેટિંગ એક્ટ અમલમાં હોય તેવો અહેસાસ સ્થાનિક પ્રજા કરી રહી છે.

મધ્ય ઝોનના વડા એટલે કે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર પાસે ઝોનના ક્ષેત્રમાં ઊભા થતાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવાની તમામ સત્તા હોવા છતાં ખુદ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર જ ઝોનના ક્ષેત્રમાં ઊભા થતાં ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ કરતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં પણ આવા ગેરકાયદે બાંધકામો પાછળ જે જે કર્મચારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે તે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પણ તેઓ રીતસરના લાચાર હોય તેવું ચિત્ર ખાડિયા વિસ્તારમાં આડેધડ ઉભા થતાં ગેરકાયદે બાંધકામો તથા તેને છાવરનાર જવાબદાર કર્મચારીઓનું મનસ્વી વર્તન જોતા જોવા મળી રહ્યું છે.

ખેર હવે એ જોવાનું રહ્યું કે આ નાડાવાળી પોડના નાકે નિયમો અને શરતોનો ભંગ કરી જે ઇમારત પરિપૂર્ણ થયેલ છે તે ઇમારતને તંત્ર દ્વારા ક્યારે સીલ મારવામાં આવે છે તે જોવું રહ્યું….

આ ઈમારતને અધિકારી દ્વારા હવે ક્યારે સીલ મારવામાં આવે છે ? તે બાબતે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આર. કે. તડવીનો રૂબરૂ અથવા તો ટેલીફોનિક સંપર્ક કરી, તેઓ દ્વારા જણાવેલ હકીકત સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…


મધ્ય ઝોન એસ્ટેટ અને હેરિટેજ વિભાગના અધિકારીઓ નાડાવાળી પોડના નાકે નિયમ વિરુદ્ધ પૂર્ણ થયેલ હેરિટેજ મિલકત ઉપર મહેરબાન કેમ ?