


ગુજરાત પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા રાજ્યમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કે શ્રેષ્ઠતા પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવાની આગવી પરંપરા કંડારી છે…

તેના ભાગરૂપે આજ રોજ તા. ૧૩-૦૭-૨૦૨૩ ના રોજ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ કે જેઓ એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરી ધરાવે છે સાથે સાથે 30 વર્ષથી પ્રજાકીય પ્રશ્નોના નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ છે.
બે ટર્મ સુધી કોર્પોરેટર અને બે ટર્મ સુધી અમરાઇવાડી ના ધારાસભ્ય તરીકે સરાહનીય સેવા આપી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને પૂર્વ વિસ્તારમાં ૨૦૧૯મા સાંસદ તરીકે પ્રમોટ કરતા ઇલેક્શનમાં જંગી બહુમતીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

સારી કામગીરી કરી પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સદાય તત્પર રહ્યા છે, તેમના આ પ્રદાન તથા સેવા ભાવ માટે પત્રકાર એકતા પરિષદ દ્વારા તેમનું મોમેન્ટો આપી પત્રકાર એકતા પરિષદ પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, મંત્રી ભૂમિતભાઈ પંચાલ કારોબારી સભ્યો કમલેશભાઈ પટેલ અને પત્રકાર ગૌતમભાઈ બારોટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…