Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારાઇન્ફર્મેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર હિમાંશુભાઈ ઉપાધ્યાયનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું…

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા
ઇન્ફર્મેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર હિમાંશુભાઈ ઉપાધ્યાયનું મોમેન્ટો આપી બહુમાન કરતા ઉપ પ્રમુખશ્રી વિષ્ણુભાઈ કે. પ્રજાપતિ…

વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા. અમદાવાદ…

ગુજરાત પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા રાજ્યમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતમ કામગીરી કરનાર કે શ્રેષ્ઠતા પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવાની આગવી પરંપરા કંડારી છે…

તેના ભાગરૂપે અમદાવાદ માહિતી ખાતામાં કાર્યરત નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાયનું પણ પત્રકાર એકતા પરિષદદ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી હિમાંશુભાઇ ઉપાધ્યાય લગભગ 31 વર્ષો સુધી સેવા પૂર્ણ કરી તાજેતરમાં જ નિવૃત્ત થયા છે. માહિતી વિભાગ દ્વારા તેમને એક વર્ષ માટે પુનઃનિયુક્તિ આપવામાં આવી છે.

શ્રી હિમાંશુભાઈ પત્રકાર મિત્રોને લગતા પ્રશ્નોના ઉકેલ માટે સદાય તત્પર રહ્યા છે, તેમના આ પ્રદાન તથા સેવા ભાવ માટે પત્રકાર એકતા પરિષદ દ્વારા તેમનું મોમેન્ટો આપી.

પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઝોન પ્રભારી અશોકભાઈ સોની, મહિલા સેલના પાર્વતીબેન શર્મા,

મંત્રી ભૂમિતભાઈ પંચાલ, કારોબારી સભ્યો કમલેશભાઈ પટેલ અને જગદીશભાઈ શાહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.


પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારાઇન્ફર્મેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર હિમાંશુભાઈ ઉપાધ્યાયનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું…