Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

બહેરામપુરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી ઇન્ડસ્ટ્રીયલ એલ્યુઅન્ટ છોડતા ૨૫૧ ઔધોગિક એકમોના ગેરકાયદેસર જોડાણો દૂર કરાયા.

અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના બહેરામપુરા વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ એલ્યુઅંટ છોડવામાં આવતું હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તાકીદે નદીના પટના આઉટલેટ પર ખુલ્લા વાલ્વને તેમજ લાઈન પરના વાલ્વને રીપેર કરી બંધ કરવામાં આવ્યા છે.

બહેરામપુરા વિસ્તારમાં ટાસ્ક ફોર્સ ની ટીમ દ્વારા તેમજ મશીનરીનો ઉપયોગ કરી તારીખ ૬-૭-૨૩ થી તારીખ ૮-૭-૨૩ સુધીમાં કુલ ૨૫૧ ઔદ્યોગિક એકમોના ગેરકાયદેસર જોડાણો દૂર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં ઔદ્યોગિક એકમોના ગેરકાયદેસર કનેક્શનનો કાપવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ સદર બાબત જીપીસીબી તથા પોલીસ વિભાગને પણ ઔદ્યોગિક એકમો વિરુદ્ધ પગલાં લેવા જણાવવામાં આવેલ છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે હવે પછી આ તમામ વિભાગો દ્વારા કેવા પ્રકારનું ચેકિંગ હાથ ધરાય છે તે જોવું રહ્યું…!


બહેરામપુરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી ઇન્ડસ્ટ્રીયલ એલ્યુઅન્ટ છોડતા ૨૫૧ ઔધોગિક એકમોના ગેરકાયદેસર જોડાણો દૂર કરાયા.