Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ શહેરમાં જી – ૨૦ માં પધારેલ 90 થી વધારે મહાનુભાવોને હેરિટેજ વોકનો અનુભવ કરાવતા મેયર કિરીટ પરમાર..

જન સમૃદ્ધિ – અમદાવાદ…

આજરોજ તારીખ 7 જુલાઈ 2023 ના રોજ અમદાવાદ ના મા મેયર શ્રી કિરીટભાઈ પરમાર દ્વારા યુ ટવેન્ટી મેયરલ સબમીટમાં ભાગ લેવામાં આવેલ 90 થી વધારે મહાનુભાવોને અમદાવાદ શહેરની સુપ્રસિદ્ધ હેરિટેજ વોક નો અનુભવ કરાવડાવ્યો અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર , દલપતરામ ચોક , શાંતિનાથની પોળ , ટંકશાળની હવેલી , હરકુંવર શેઠાણી ની હવેલી અને જામા મસ્જિદ ની મુલાકાત કરાવેલ છે. મહાનુભાવો દ્વારા અમદાવાદના હેરિટેજ સ્થાપત્યો વિશે માહિતી મેળવી અને અમદાવાદના ઇતિહાસ વિશે જાણ્યું .

મંદિરથી શરૂ થઈ મસ્જિદ પર પૂરી થતી અમદાવાદની સુપ્રસિદ્ધ હેરિટેજ વોક ઉપર વિવિધ દેશોના મહાનુભાવો એ અમદાવાદ શહેરનો મિજાજ માણ્યો.


અમદાવાદ શહેરમાં જી – ૨૦ માં પધારેલ 90 થી વધારે મહાનુભાવોને હેરિટેજ વોકનો અનુભવ કરાવતા મેયર કિરીટ પરમાર..