Thu. Apr 16th, 2026
    Views 2451

    સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદ દહેગામ રોડ બહિયલ ગામ પાસે આવેલ નર્મદા કેનાલ દહેગામ પોલીસ સ્ટેશનની હદ ખાતેથી તારીખ ૬-૭-૨૩ના રોજ ૧૦૮૦ લીટર રૂ ૨૧,૬૦૦/- નો દારૂ, રોકડા રૂપિયા ૩૨૬૦/-, બે નંગ મોબાઈલ રૂ. ૧૦,૦૦૦/-, અને એક નંગ ટાટા નેક્સોન કાર જેની કિંમત પાંચ લાખ રૂપિયા આમ ટોટલ કુલ ૫,૩૪,૮૬૦/- મુદ્દા માલ કબજે કર્યો હતો.

    દારૂની આ ખેપમાં વિરેન્દ્ર દંતાણી – ચાંદખેડા વિસ્તારના અને જય ગોરખા – બકરા મંડી, રાણીપ ખાતે વસવાટ કરતા આ બંને ઈસમોને રંગે હાથે ઝડપી પાડેલ હતા.

    અન્ય છ બુટલેગરોને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ૧. ગોપી મારવાડી મેઈન સાબરમતી ૨. અજય સાલવી બકરા મંડી, રાણીપ ૩. જગદીશ મારવાડી કેશવ નગર, સાબરમતી ૪. યોગેશ ડાભી કઠલાલ ૫. મફો કઠલાલ અને ૬. ઝાકીર શેખ કેશવ નગર સાબરમતી ના ઈસમોને પી.એસ.આઇ. સી.એન. પરમારે વોન્ટેડ જાહેર કરેલા છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    100 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *