વિષ્ણુંભાઈ પ્રજાપતિ દ્વારા… ગાંધીનગર…
ગ્રાહક ચેતના દૈનિક ન્યૂઝના તંત્રીશ્રી કોકીલાબેન ગજ્જર દ્વારા સત્વ કોમ્પ્લેક્સ, પેથાપુર ચાર રસ્તા, ગાંધીનગર ખાતે તારીખ ૫-૭-૨૩ ના રોજ નવી ઓફિસનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ હતું.
આ ઉદઘાટન પ્રસંગે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના પ્રમુખ અને હોદ્દેદારોને ગ્રાહક ચેતના દૈનિક ન્યુઝ પેપરના તંત્રીશ્રી કોકીલાબેન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ હતું જેથી અમદાવાદ શહેર પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, પ્રભારીશ્રી અશોકભાઈ સોની, કારોબારી સભ્યશ્રીઓ કમલેશભાઈ પટેલ, પાર્વતીબેન શર્મા અને અલ્પેશભાઈ પટેલે હાજરી આપી હતી.
તંત્રીશ્રી કોકીલાબેન દ્વારા તેઓની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ હતી. જે કથામાં ભગવાનના દર્શનનો અને પ્રસાદીનો લાભ પત્રકાર એકતા પરિષદની ટીમ દ્વારા લઈ, તંત્રીશ્રી કોકીલાબેન ને પત્રકાર એકતા પરિષદની ટીમે તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!