Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માં મેલડીધામ, વિનોબાભાવે નગર, વિઝોલ ખાતે ગુરુપૂર્ણિમાનો દિવસ ધામધૂમથી ઉજવાયો….

વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા .. અમદાવાદ ..

ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા.. પ્રેમ.. હુંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર.. માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરાવતા આજના ગુરુપૂર્ણિમાના દિવસે માં મેલડી ધામ, વિનોબાભાવે નગર ખાતે માં મેલડી ઉપાસક શ્રી ભુપેન્દ્રભાઈ એચ. પ્રજાપતિ દ્વારા હૃદય પૂર્વક ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો..

માતાજીના ઉપાસક શ્રી ભુપેન્દ્રભાઈ એચ. પ્રજાપતિ દ્વારા સદગુરુ શ્રી દાસ બાપુના પંચામૃતથી ચરણ ધોઈ આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ તેમના મોટાભાઈ શ્રી ભરતભાઈ પ્રજાપતિ અને કાકાશ્રી રતિભાઈ ને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે શ્રધ્ધાળુ સેવકો મોટી સંખ્યામાં હાજર રહી સદગુરુના ચરણને પંચામૃતથી ધોઈ.. ગુરુશ્રી દાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા…

આ પ્રસંગે આવનાર ભકતજનો ને ચા, નાસ્તો તેમજ હૃદય પૂર્વક સ્વાગત કરી. સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ બપોરે માતાજીની પ્રસાદી લઈ સૌ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.


માં મેલડીધામ, વિનોબાભાવે નગર, વિઝોલ ખાતે ગુરુપૂર્ણિમાનો દિવસ ધામધૂમથી ઉજવાયો….