Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ગે.કા. હથિયારો રાખતો ઝાલોરનો આરોપી પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એમ. એસ. ત્રિવેદીના હાથે ઝડપાયો…

અમદાવાદ…

તાજતેરમાં બાપુનગર વિસ્તારમાાં ફાયરીંગ કરી બનેલ લુંટના બનાવના અનુસાંધાને ગેરકાયદેસર ના હથીયારો રાખતા વ્યક્તિઓને શોધી કાઢવા સારૂ સંયુક્ત પોલીસ કમીશનરશ્રી તથા નાયબપોલીસ કમીશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરની સર્ચના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ
ઇન્સપેકટરશ્રી એમ.એસ. ત્રીવેદીની ટીમના પો.સ.ઈ. શ્રી દેસાઇ તથા એ.એસ.આઈ. વનકુલવસહ તથા પો.કો. અવિનાશ દ્વારા ગેરકાયદેસર હથીયાર રાખતા આરોપી રણજીતકુમાર
સ/ઓ કાલુરામ લુમ્બારામ મેઘવાલ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. ગામ માલગઢ મેઘવાલ વાસ તા. આહોર. ભદ્રજુન જી. ઝાલોર રાજસ્થાંનને નરોડા દહેગામ રોડ સ્મશાન પાસે જાહેરમાાંથી ઝડપી લીધેલ છે.
આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-૧ કિંમત.રૂ. ૨૫,૦૦૦/- તથા કારતુંસ નંગ-૪ કિંમત.રૂ. ૪૦૦/- મળી કુલ રૂ. ૨૫,૪૦૦/-ના મુદ્દામાલ મળી આવતા કાયદેસરની
કાર્યવાહી કરેલ. આરોપી તમીલનાડુ ખાતે હોટલમાાં મજુરી કામ કરતો હોય જેથી તેના ઘરનુ ભરણ પોષણ થતુ ન હોય. જેથી તમીલનાડુથી દશેક દિવસ પહેલાાં ઘરે થી આવતા મધ્યપ્રદેશના ઈન્દોર ગયેલ ત્યાં તપાસ કરતા એક અજાણ્યા વ્યકતી પાસેથી ખરીદ કરી લઈ આ પિસ્તોલ અમદાવાદમા જે ગ્રાહક મળે તેને વેચાણ કરવા આવેલ હોવાનું જણાવતા હોય. સદરી આરોપી વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચાલુ છે.


ગે.કા. હથિયારો રાખતો ઝાલોરનો આરોપી પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એમ. એસ. ત્રિવેદીના હાથે ઝડપાયો…