Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદમાં બિન આરોગ્યપ્રદ ખોરાક વેચનારા અને લાયસન્સ વગર અનેક એકમો ધમધમી રહ્યા છે : જાગૃત નાગરિકો …

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…
તા. ૦૮-૦૬-૨૦૨૩

અમદાવાદ મહાનગર પાલિકા ના ડીવાયાએમસી હેલ્થ અને ઝોન ડીવાયએમસી દ્વારા તમામ વોર્ડમાં ટીમો બનાવી ચેકીંગ હાથ ધરાતા બિન આરોગ્યપ્રદ ખોરાક વેચનારા ૧૧ એકમો સીલ કર્યા અને ૨૦ એકમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી કુલ ૧,૧૪,૦૦૦ દંડ વસૂલ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

કહેવાય છે કે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ હેલ્થ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવ્યા વગર કોઈપણ ખાદ્ય ધંધો કરી શકાય નહિ. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગમાં કયા વેપારી પાસે હેલ્થ લાયસન્સ/રજીસ્ટેશન નથી, તેની ચોપડે ક્યાંય નોંધ રાખતા ન હોવાથી વેપારીઓને મોકળુ મેદાન મળી રહેતું હોવાની સાથે સાથે ફૂડ વિભાગની કડક કામગીરી હાથ ધરાતી ન હોવાથી આમ પ્રજાને બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસી પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચેકીંગની કામગીરી સાથે લાયસન્સ તપાસવાની કામગીરી કરી, લાયસન્સ વગરના એકમોની ચોપડે નોંધ કરી, લાયસન્સ/રજીસ્ટ્રેશન ના મેળવે ત્યાં સુધી સિલ કરી, પ્રજાના આરોગ્યની રક્ષા કરવામાં આવે તેવી જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે.

અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર લારી- કેબિન રૂપી ઊભા રહેતા એકમો પાસે હેલ્થ રજીસ્ટ્રેશન છે કે કેમ ? પ્રજાને અપાતો ખોરાક બિનઆરોગ્યપ્રદ તો નથી ને ? રાત્રિ ખાણીપીણી માં ઊભી રહેતી લારીઓના લાયસન્સ બાબતે તેમજ ગંદકી બાબતે ચેકીંગ કરી, કડક માં કડક કાર્યવાહી હાથ ધરી, પ્રજાના આરોગ્ય ની યોગ્ય સંભાળ લેવાય તે જરૂરી…


અમદાવાદમાં બિન આરોગ્યપ્રદ ખોરાક વેચનારા અને લાયસન્સ વગર અનેક એકમો ધમધમી રહ્યા છે : જાગૃત નાગરિકો …