Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

લાલ દરવાજા ટર્મિનસ નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા થયેલ લોકાર્પણ…

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા તા. ૦૫-૦૬-૨૦૨૩.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ₹8.88 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલ હેરિટેજ થીમ ઉપર લાલ દરવાજા ટર્મિનસ ખાતે 0 થી 8 પ્લેટફોર્મ ઉપર કુલ 62 રૂટો દ્વારા 201 બસો થી પ્રવાસીઓની અવરજવર થશે અને અંદાજિત 1.60 લાખ પ્રવાસીઓ રોજબરોજના વ્યવહારો, નોકરી, ધંધા તેમજ સામાજિક કાર્યો અર્થે અવરજવર કરવામાં મદદરૂપ થશે.
લાલ દરવાજા ટર્મિનસમાં પાણીની વ્યવસ્થા, કેશ કેબિન, મીટીંગ હોલ, વેઇટિંગ રૂમ ફરિયાદ નિવારણ માટેની ઓફિસ, પબ્લિક ઇન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.
લાલ દરવાજા ટર્મિનસનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કિરીટભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, વલ્લભભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેલ હતા.


લાલ દરવાજા ટર્મિનસ નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા થયેલ લોકાર્પણ…