વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં પબ્લિક ટોયલેટ ની સફાઈ કરવાની કામગીરી ખાડિયા, અસારવા અને શાહીબાગ વોર્ડમાં નિયતિ કોર્પોરેશનને…. દરીયાપુર અને જમાલપુર વોર્ડમાં સ્મિત કમલ નામની સંસ્થાને…. અને શાહપુર વોર્ડમાં હાર્દિલ લેબર નામની સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીમાં અનિયમિતતા તેમજ સફાઈ કરતા ન હોવા છતાં વોર્ડના પીએચએસ દ્વારા ખોટા સર્ટી આપી. લાખો રૂપિયાનું નુકસાન કોર્પોરેશનની તિજોરી ને પહોંચાડી રહ્યા હોવાના અહેવાલ પ્રસિદ્ધ કરેલ હતા.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યા પછી જવાબદાર અધિકારી એવા સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ પણ આ ગેરરિતી અને અનિયમિતતા બાબતે રજૂઆત કરેલ હતી.. તેમ છતાં સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા માનિતી સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ના ધરાતા અને સફાઈની કામગીરી નિયમિત ના થતા જાગૃત નાગરિકો દ્વારા જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળતા તારીખ 29-5-23 ના રોજ સ્થળ રિયાલિટી ચેક કરતા.. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે શાહીબાગ નમસ્તે સર્કલથી, હેન્ડલુ મોલની સામે જવાના રસ્તે, મહેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની બાજુમાં આવેલ પબ્લિક ટોયલેટની તસ્વીર છે.
તસવીર ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે અહીંયા દરરોજ સફાઈ થાય છે કે કેમ ?
મધ્ય ઝોનમાં ન્યુસન્સ ટેન્કરની કામગીરી કરતી સંસ્થાના કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારિક નીતિના કારણે કાગળની કાર્યવાહીમાં સબ સલામતનું ચિત્ર દર્શાવી.. ઉચ્ચ અધિકારીઓને ઊંધા ચશ્મા પહેરાવી ! કોર્પોરેશનની તિજોરી ને મહિને લાખો અને વર્ષે કરોડોનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. તેમ છતાં મધ્ય ઝોન ડીવાયએમસી બીલો મંજૂર કરી. કોર્પોરેશનની તિજોરીને આર્થિક નુકસાન કરવામાં મદદગારી કરી રહ્યા હોય તેવું ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સચિત્ર અહેવાલ પછી પણ વોર્ડના પીએચએસ દ્વારા યોગ્ય.. સારી અને નિયમિત કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે કે કેમ ? તે તો આવનારો સમય જ બતાવશે…?
મધ્ય ઝોનમાં વોર્ડના જવાબદાર અધિકારીઓની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારીના અનેક નમૂનાઓ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..