Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ગુજરાતમાં ચાલતાં શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓમાં ઇન્ટર્નલ માર્કસ કૌભાંડ…

મોટાભાગે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પરિણામ વધારવા મનસ્વી રીતે મુલ્યાંકનના નિયમોને નેવે મૂકીને ઇન્ટરનલ માર્ક્સ આપ્યા.

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તા સંબોધતા ગુજરાતમાં ચાલતાં શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓના ઇન્ટર્નલ માર્કના કૌભાંડને ઉજાગર કર્યું હતું.

શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સતત કથળતું જાય છે અને સરકાર દ્વારા તેમજ બોર્ડ દ્વારા સુધારા માટે કોઈ જ પ્રયત્નો કરવામાં આવતા નથી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવાય છે. આ પરીક્ષામાં ટોટલ 100 માર્કસ હોય છે પરંતુ થીયરી 80 માર્કની હોય છે અને 20 માર્ક શાળાના આંતરિક ગુણ હોય છે અને આ 20 ઇન્ટર્નલ માર્કસ શાળાઓ દ્વારા મનમાની રીતે અપાઈ રહ્યા છે હકીકતમાં તો આ ઇન્ટર્નલ માર્ક આપવા માટે શાળાની પ્રથમ કસોટી પ્રિલિમનરી કસોટી અને પાંચ યુનિટ ટેસ્ટ તથા વિદ્યાર્થીના હોમવર્ક તેમજ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્ય કર્યું હોય તેને ધ્યાનમાં રાખીને આપવાના હોય છે પરંતુ શાળાઓએ પોતાની મનમાની રીતે આવા માર્ક્સ આપેલા છે.

ગુજરાતના દસ લાખ વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઈન દર્શાવાઈ રહ્યું છે આ વિદ્યાર્થીઓના રેન્ડમલી નંબર ચેક કરતા લગભગ 100 એ 50 વિદ્યાર્થીઓને આવા માર્ક આપવામાં શાળાઓએ કૌભાંડ કર્યું છે અને ખાસ કરીને આવા પ્રકારના માર્ક સેલ્ફ ફાઇનાન્સ સ્કુલે વધારે પ્રમાણે આપ્યા છે આવી માર્કશીટ તો ચેક કરતા એક્સ્ટર્નલ 80 માર્ક્સમાંથી વિદ્યાર્થીને બે કે ચાર માર્ક્સ આવેલા હોય પરંતુ ઇન્ટર્નલ 20 માંથી 20 માર્ક્સ આપેલ છે.

આનાથી વિપરીત સારા – હોશિયાર વિદ્યાર્થીઓને 80 માંથી 80 માર્ક્સ ઇન્ટર્નલમાં આવેલા હોય પરંતુ એક્સ્ટર્નલમાં 10 અને 12 એવા માર્ક્સ આપેલા હોય છે આવી જ રીતે જ્યાં જ્યાં શાળાએ માર્ક્સ આપવાના હોય ત્યાં ખૂબ જ ગેરનીતિ નજરે પડેલી છે ધોરણ 12 કોમ્પ્યુટર પી. ટી. જેવા પ્રેક્ટીકલમાં પણ આ જ પ્રમાણે આડેધડ માર્ક્સ આપવામાં આવ્યા છે. ઉપરોક્ત માર્ક આપવાનું કારણ માત્ર અને માત્ર શાળામાં આવતા વિદ્યાર્થીઓને ટ્યુશનનું દબાણ તથા શાળાનું રીઝલ્ટ ઊંચું બતાવવાનું હોઈ શકે.

ભૂતકાળમાં આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પીટીસીમાં ઇન્ટર્નલ માર્ક આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને ઇન્ટર્નલ માર્ક આપવાના બહાને વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ખૂબ જ ઊહાપો થયા બાદ પીટીસીમાં આંતરિક ગુણ રદ કરવામાં આવ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ સરકાર પાસે અને શિક્ષણમંત્રી પાસે માંગણી કરે છે કે સૌપ્રથમ તો ધોરણ 10માં ઇન્ટર્નલ માર્કની પ્રથા બંધ કરીને ભ્રષ્ટાચાર અને કૌભાંડ તથા ટ્યુશનના દબાણને અટકાવવું જોઈએ સાથે સાથે આ વર્ષે દરેક શાળાએ જે ઇન્ટર્નલ માર્ક આપેલ છે તે બોર્ડની ગુણાંક પદ્ધતિ એસેસમેન્ટ મુજબ આપેલ છે કે નહીં તેના માટે તપાસ થવી જોઈએ.


ગુજરાતમાં ચાલતાં શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓમાં ઇન્ટર્નલ માર્કસ કૌભાંડ…