Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

લાંભા વોર્ડમાં પીવાનું પાણી ન મળતાં રહીશો દ્વારા નારોલ ઝોનલ કચેરી ખાતે મહિલાઓ દ્વારા વિરોધ અને આક્રોશ પ્રદર્શન કર્યું….

કાઉન્સિલર કાળુભાઈ પોપટભાઈ ભરવાડ દ્વારા પ્રજાના પ્રશ્નોની ઉગ્ર રજૂઆત નારોલ ઓફિસમાં કરાતા, જવાબદાર અધિકારીઓ સાથે કામ કરવા બાબતનું કમિટમેન્ટ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે…

અમદાવાદ પૂર્વમાં આવેલા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડ ખાતે સંપૂર્ણ લાંભા વોર્ડ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી, બીજી તરફ ઘણી જગ્યાએ લિકેજ લાઈનોના સમારકામના અભાવે પાણીનો બગાડ થઈ રહ્યો છે. આજ રોજ પોતાનો હક માગવા માટે લાંભા વોર્ડ સબઝોનલ ઓફિસમાં ત્યાંના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ને તેમનો આક્રોશ બતાવી ને પીવાનું પાણી સમય સર ચોખ્ખું મળી રહે તે માટે ની માંગ કરવામાં આવી છે સોસાયટીઓના રહીશોને ખુબજ પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને વધુમા જણાવાનું કે સ્ટ્રીટ લાઇટ પણ છેલ્લાં ઘણાં સમથી બંધ છે અને ઘરમાં બાથરૂમ ની અંદર ગટરનું પાણી ઉભરાઈ ને બહાર આવે છે જીવનું જોખમ જોવા મળે છે. તંત્ર સમક્ષ છેલ્લા ઘણા સમયથી ત્યાંના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં નિરાકરણ આવતું નથી સ્થાનિક આગેવાન કૌશલ મહેરીયાએ મ્યુનિ .તંત્ર સમક્ષ પીવાનું પાણી સારું મળી રહે અને પાણીની સમસ્યા ઉકેલવા માટે, સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા અને ગટરને સાફ કરવામાં આવે આ સમસ્યા ઉકેલવા માટે ઈન્સપેકશન કરવાથી લઈ અન્ય સમસ્યા ઉકેલવા માંગણી કરવામાં આવી છે. કરવાપાત્ર ઘટતી કામગીરી તાકીદે પુરી કરી પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માંગણી કરવામાં આવી છે . પૂર્વ અમદાવાદના કોટવિસ્તારથી છેવાડાના નવા ભળેલા વિસ્તારો સુધી પીવાના પાણીની સમસ્યાએ માથુ ઉંચક્યું છે. મ્યુનિ . દ્વારા કરોડો રૂપિયાના આયોજનો કરાય છે . પરંતુ સમસ્યા ઉકેલાતી નથી.


લાંભા વોર્ડમાં પીવાનું પાણી ન મળતાં રહીશો દ્વારા નારોલ ઝોનલ કચેરી ખાતે મહિલાઓ દ્વારા વિરોધ અને આક્રોશ પ્રદર્શન કર્યું….