જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
· ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
· આ કાર્યક્રમના ભાગ હેઠળ તા: ૨૦/૦૫/૨૦૨૩ શનિવાર, લુણાવાડા તથા સંતરામપુર ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું ,
જેમાં લુણાવાડા ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. જિલ્લામાં જીઆઈડીસી નથી, રોજગાર માટે દૂર દૂર ભટકવું પડે છે. યુવાનો માં ઘોર નિરાશા.
૨. મહીસાગર જિલ્લો બન્યાને ૧૦ વર્ષ થયા પણ જિલ્લાના લોકોને અલગ થી ડેરી અને ડિસ્ટ્રિક્ટ બેન્ક નથી મળતી. વિકાસ ની વાતો માત્ર ગાંધીનગર ની ફાઇલો માં.
૩. મનરેગામાં વ્યાપક ભ્રષ્ટાચાર.. મળતિયા અને અધિકારીઓ ભેગા મળી લૂંટ ચલાવે છે. ગરીબ ને લૂંટો એ જ છે સરકારનું સૂત્ર
૪. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. યુવાનો બરબાદ થાય છે. નાની ઉંમરે બહેનો વિધવા બની રહી છે. દારૂબંધી ની પોકળ વાતો,
કાયદો વ્યવસ્થા સત્તા ના ગુલામ
૫. નળ સે જળ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર. ગૃહમંત્રી ના ખુલ્લેઆમ જુઠાણા
૬. જિલ્લા કક્ષાએ સારી સરકારી હોસ્પિટલનો અભાવ, ખાનગી હોસ્પિટલમાં લૂંટ ચાલે છે. સ્વસ્થ સમાજ પ્રત્યે તંત્ર ની ઘોર બેદરકારી, સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
સંતરામપુર ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. જિલ્લામાં જીઆઈડીસી નથી, રોજગાર માટે દૂર દૂર ભટકવું પડે છે. યુવાનો માં ઘોર નિરાશા.
૨. મહીસાગર જિલ્લો બન્યાને ૧૦ વર્ષ થયા પણ જિલ્લાના લોકોને અલગ થી ડેરી અને ડિસ્ટ્રિક્ટ બેન્ક નથી મળતી. વિકાસ ની વાતો માત્ર ગાંધીનગર ની ફાઇલો માં.
૩. મનરેગામાં વ્યાપક ભ્રષ્ટાચાર.. મળતિયા અને અધિકારીઓ ભેગા મળી લૂંટ ચલાવે છે. ગરીબ ને લૂંટો એ જ છે સરકારનું સૂત્ર
૪. રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ માં દાવાઓનો નિકાલ જ નથી થતો.
૫. નળ સે જળ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર ગૃહમંત્રી ના ખુલ્લેઆમ જુઠાણા
૬. નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર, ચોક્કસ વિસ્તાર ને લોકો માટે જ બજેટ વપરાય છે. ભાજપ ના વહિવટદારો ની સરકાર
૭. ભાજપના લોકો ની ગુંડાગીરી, આર્મીમેન ના ઘરે જઈ ઘાતકી હુમલો કયોં પણ પોલીસ કોઇ જ કાર્યવાહી કરતી નથી. કાયદા ના લીરેલીરા, અન્યાય માં શોષાતી જનતા
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
ખુબ મોટી સંખ્યા માં લુણાવાડા તથા સંતરામપુર ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
લુણાવાડા તથા સંતરામપુર જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા , પૂર્વ સંસદસભ્ય શ્રીમતિ પ્રભાબેન તાવીયાડ , ધારાસભ્ય લુણાવાડા શ્રી ગુલાબસિંહ ચૌહાણ ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..