પ્રતીકાત્મક તસવીર
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા – તા. ૧૮-૦૫-૨૦૨૩
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સોલા પોલીસ સ્ટેશનની હદમાં કાર્યરત અસામાજિક બદીઓને કાયમી ધોરણે બંધ કરાવવા માટે અહેવાલ પ્રસિદ્ધ કરી.. તંત્રને વાકેફ કરવામાં આવેલ… જન સમૃદ્ધિ ન્યૂઝ ના અહેવાલ પ્રસિદ્ધ થયા પછી થોડા દિવસ માટે અસામાજિક બદીઓને બંધ કરાવવામાં આવેલ હતી અને ત્યાર પછી ફરીથી આવી અસામાજિક બદીઓને વહીવટદાર યશપાલ સિંહ દ્વારા મૌખિક મંજૂરીઓ આપવામાં આવી હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.
સોલા પોલીસ સ્ટેશનની હદમાં નયના નામની બુટલેગર દ્વારા કચરાપેટી પાસે આવેલ ખુલ્લા મેદાનમાં, સોલા ખાતે દેશી દારૂનું ધૂમ વેચાણ કરતી હોવાની અને બળદેવ નામના બુટલેગર દ્વારા ભવાનપુરા સોસાયટી, ટીંબલિયાવાસ ખાતે દેશી દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે. આ સિવાય મનોજ, મહેશ, રંગો, મોહિત અને કિશન નામના બુટલેગરોને દેશી અને ઇંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવાની પણ મૌખિક મંજૂરીઓ વહીવટદાર દ્વારા આપવામાં આવી હોવાનું સોલા વિસ્તારમાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે.
સોલા વિસ્તારમાં કાર્યરત અસામાજિક પ્રવૃત્તિઓની માહિતી વિસ્તારના જાગૃત નાગરિકો પાસે હોય છે, તો પછી સોલા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓને ના હોય તેવું કેવી રીતે માની શકાય ?
કહેવાય છે કે સોલા વિસ્તારમાં કાર્યરત અસામાજિક બદીઓનો વહીવટ.. વહીવટદાર દ્વારા દરરોજ હજારો અને મહિને લાખો રૂપિયાનું ભરણ રૂપે ઉઘરાણુ કરી રહ્યા હોવાનું લોકો દ્વારા જાણવા મળેલ છે.
સોલા વિસ્તારમાં કાર્યરત અસામાજિક પ્રવૃત્તિઓને અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર દ્વારા સોલા વિસ્તારમાં કાર્યરત અસામાજિક બદીઓને કારણે જે યુવા ધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે તેથી અસામાજિક બદીઓને કાયમી ધોરણે બંધ કરવાના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
અમદાવાદ શહેરના કાલુપુર, સાબરમતી, નારોલ, શહેર કોટડા, કારંજ, દરિયાપુર અને એરપોર્ટ વિસ્તારમાં કાર્યરત અસામાજિક પ્રવૃત્તિઓની બુટલેગરોના નામાવલી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ