



અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બીનપરવાગીના બાંધકામો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજ તારીખ 17 મે 2023 ના રોજ ત્રણ જગ્યાએ બિન પરવાનગીના બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે. જેમાં,
૧) ઈલેકશન વૉર્ડ ઇન્દ્રપુરી માં કેનાલ રોડ ઉપર બે કોમર્શિયલ યુનિટ JCB મશીન તથા વટવા પોલીસ સ્ટેશનની મદદથી દૂર કરેલ છે.
૨) ઈલેકશન વૉર્ડ લાંભા પૂર્વમાં કામિલ રેસીડેન્સી ખાતે વટવા કેનાલ રોડ ઉપર આવેલ 4 રો- હાઉસ પ્રકારના રહેણાંક બાંધકામો JCB મશીન તથા નારોલ પોલીસ સ્ટેશનની મદદથી દૂર કરેલ છે.
૩) ઈલેકશન વૉર્ડ બહેરામપુરામાં નબીનગર વિભાગ-૬, હિમાલય બેકરી રોડ, બેરલ માર્કેટ, બહેરામપુરા ખાતે ગ્રાઉન્ડ ફ્લોર થી 7 માળ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા સિવાય બાંધકામ પ્રક્રિયા ચાલુ કરાતા ગ્રાઉન્ડ ફ્લોર લેવલે GPMC એક્ટ મુજબની નોટિસોની કાર્યવાહી પૂર્ણ કરી બાંધકામ અટકાવવા માટે છ વખત બાંધકામને સીલ કરવામાં આવેલ તેમ છતાં બાંધકામ પ્રક્રિયા ચાલુ રાખી 7 માળ સુધી બાંધકામ કરવામાં આવેલ છે. સદર બાંધકામ દૂર કરવા માટે પાંચ વખત પોલીસ મદદની માંગણી કરવામાં આવેલ જેમાં આજ તારીખ 17 મે 2023 ના રોજ દાણીલીમડા પોલીસ સ્ટેશન નો બંદોબસ્ત મળેલ હોવાથી બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…