વિષ્ણું પ્રજાપતિ દ્વારા…
તા. ૧૩-૦૫-૨૦૨૨
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અમદાવાદ મહાનગર પાલિકા ની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખનું ધ્યાન દોરી જણાવવાનું કે અમદાવાદ શહેરમાં એઇસી કંપનીની ઇલેક્ટ્રીકની પેટીઓ કોર્પોરેશનની જગ્યામાં જયાં ત્યાં ફક્ત કેબલ નાખવાની મંજરી મેળવી, લોખંડની પેટીઓ મૂકવા અંગેની મંજૂરી મેળવ્યા વિના કાયમી ધોરણે ઉભી કરવામાં આવે છે, તે લોખંડની પેટીઓનું ભાડું કે અન્ય ચાર્જ વસુલ કરવામાં આવતો ન હોવાથી કોર્પોરેશનની તિજોરીને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તો આ અંગે કમિટી દ્વારા પેટીઓનું ભાડું કે અન્ય ચાર્જ વસૂલવા અંગે પ્રજાના હિત માં યોગ્ય નિર્ણય લેવાય તો કોર્પો.ની તિજોરીને આર્થિક લાભ થાય તેવી પૂરેપૂરી સંભાવના જાગૃત નાગરિકો સેવી રહ્યા છે. તો પછી જવાબદાર ચેરમેનો અને અધિકારીઓ ને કેમ આ નથી સૂઝતું..! તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. કહેવાય છે કે નેતાઓ અને અધિકારીઓ જાણવા છતાં અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છે ત્યારે આ હકીકત પ્રજાના હિત માટે યોગ્ય નિર્ણય લેવાય તે જરૂરી છે…
અમદાવાદ મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં જાહેર રોડ, ફૂટપાટો, દુકાનો તેમજ મકાનોની આગળ ટોરેન્ટ પાવર કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ઈલેક્ટ્રીકની લોખંડની પેટીઓ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં એસ્ટેટ વિભાગની કોઈપણ જાતની મંજૂરી મેળવ્યા વિના તેમજ કોર્પોરેશનમાં જગ્યાના ભાડાની કે અન્ય રકમ ભર્યા વિના ગેરકાયદેસર મનફાવે ત્યાં લોખંડની પેટીઓ ઉભી કરવામાં આવતા પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.
કહેવાય છે કે ટોરેન્ટ પાવરના કોન્ટ્રાક્ટરો દ્વારા અમદાવાદ મહાનગર પાલિકાના ઈજનેર વિભાગ પાસેથી અમુક જગ્યાએ કેબલ નાખવાની કામગીરી કરવા બાબતોના આર. ઓ. ની પરમિશન લેતા હોય છે, પરંતુ દુઃખની વાત એ છે કે કોર્પોરેશનની માલિકીની જગ્યા એટલે કે જાહેર રોડ તેમજ ફૂટપાટો ઉપર કાયમી ધોરણે મુકાતી ઈલેક્ટ્રીકની લોખંડની પેટીઓનું કોઈપણ જાતનું ભાડું કે અન્ય ચાર્જ વસૂલ કર્યા વિના જ કાયમી ધોરણે સ્થાયી કરવામાં આવતી હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને ચોકાવનારી માહિતી મળેલ છે.
ટોરેન્ટ પાવરના કોન્ટ્રાક્ટરો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની લાલીયાવાડીથી મુકાતી ઇલેક્ટ્રીકની લોખંડની પેટીઓથી પ્રજાને ચાલવાની તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ત્યારે અમદાવાદમાં જાહેર રોડ તેમજ ફૂટપાટો ઉપર ઈલેક્ટ્રીકની લોખંડની પેટીઓ કાયમી ધોરણે સ્થાયી કરવા બાબતે પોલિસી તેમજ શરતો બનાવી ચોક્કસ ભાડું તેમજ અન્ય ચાર્જ વસૂલવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
અમદાવાદની પ્રજાને પડતી હાલાકી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ રહેલ નુકસાન બાબતે જવાબદાર અધિકારીઓની બાઈટ સાથેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…..
Views: 2303
Read Time:4 Minute, 16 Second
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..