Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં વહીવટદારની છત્ર છાયામાં બુટલેગરો મોજમાં..! જાગૃત પ્રજા…

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૨-૦૫-૨૦૨૩

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અમદાવાદ શહેરમાં કાર્યરત અસામાજિક પ્રવૃત્તિઓના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી જતી હોવાથી જુદા જુદા વિસ્તારોની કાર્યરત અસામાજિક બદીઓનો પડદાફાશ કરી.. કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર લાવી. યુવા ધન બરબાદીના પંથે ના ધકેલાય અને સામાન્ય માણસનું જીવન કંકાસ મુક્ત બને તે અર્થે આ બદીઓ કાયમી ધોરણે બંધ થાય તેવા અથાગ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અગાઉ કાલુપુર, સોલા, એરપોર્ટ, ઇસનપુર, નારોલ અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં કાર્યરત અસામાજિક પ્રવૃત્તિઓનો પડદાફાસ કરી.. ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં આ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક દારૂ, સટ્ટો અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ કાર્યરત હોવાનું જાણવા મળેલ છે.
જન સમૃદ્ધિ ન્યુઝને બીજી એ હકીકત જાણવા મળી છે કે શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં અજબખાન.. બાબુ.. અને રીન્કુ નામના બુટલેગરોને દેશી વિદેશી દારૂનું વેચાણ કરવાની અને રાત્રિના સમયે દારૂનું કટીંગ કરવાની સાથે સાથે પાયલોટિંગ સુવિધાની પણ મૌખિક મંજૂરીઓ વહીવટદાર આપી હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં જોઈએ તેટલો દારૂ મળી રહેતો હોય અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ના ધરાય તે કેટલી શરમજનક ઘટના કહી શકાય..!
ખેર જે હોય તે શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરો કઈ કઈ જગ્યાએ… કેવા કેવા પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેમજ કઈ જગ્યાએ દારૂનું કટિંગ થાય છે તે જગ્યાનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ….


શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં વહીવટદારની છત્ર છાયામાં બુટલેગરો મોજમાં..! જાગૃત પ્રજા…