Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

એક્રીડીટેશન પત્રકારોને રેલવે મુસાફરીમાં પહેલાની જેમ 50% કન્સેસન મળી રહે તે બાબતે અમદાવાદ પત્રકાર એકતા પરિષદ દ્વારા ડી.આર.એમ. ને કરેલી રજૂઆત….

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ .. તા. ૧૨-૦૫-૨૩

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ પ્રમુખશ્રીને રજૂઆત મળેલી કે એક્રિડીટેશન પત્રકારોને રેલવે મુસાફરીમાં ૫૦% કન્સેસન પહેલા મળતું હતું પરંતુ છેલ્લા બે અઢી વર્ષથી કંસેશનને કેન્દ્ર સરકાર દ્વારા અગમ્ય કારણોસર બંધ કરવામાં આવેલ છે, જેના કારણે પત્રકારને પ્રસાર પ્રચાર માટે અલગ અલગ જગ્યાએ જવાનું હોવાથી, તેમના ખર્ચામાં વધારો થાય છે. સરકાર દ્વારા મળતી આ સુવિધા જો ચાલુ કરવામાં આવે તો પત્રકારને આર્થિક લાભ થઈ શકે માટે પત્રકારોની વ્યાજબી માંગણીને માન આપી અમદાવાદ પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી હસમુખ પટેલ, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, મહામંત્રીશ્રી ભૂમિતભાઈ પંચાલ તેમજ કારોબારી સભ્યશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા અમદાવાદ પશ્ચિમ રેલવે ડીઆરએમ ઓફિસ ખાતે તા. ૧૨-૦૫-૨૦૨૩ના રોજ આવેદનપત્ર રૂપી રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ડી.આર.એમ.ઓ. અધિકારીશ્રી હાજર ન હોવાથી આ પત્ર ઈન્વર્ડ કરાવેલ છે. જેમાં પત્રકારને રેલ્વે મુસાફરી માટે પહેલા આપવામાં આવતી સુવિધા ચાલુ કરવામાં આવે તે અંગે પત્રકારો વતી રજૂઆત કરવામાં આવી હતી…


એક્રીડીટેશન પત્રકારોને રેલવે મુસાફરીમાં પહેલાની જેમ 50% કન્સેસન મળી રહે તે બાબતે અમદાવાદ પત્રકાર એકતા પરિષદ દ્વારા ડી.આર.એમ. ને કરેલી રજૂઆત….