Mon. Mar 9th, 2026
    Views 2447

    તમામ એસટી બસો અને વોલ્વો તેમજ સ્લીપર કોચમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની વેબસાઈટમાં પત્રકારોને ઓનલાઈન બુકિંગ થાય તે બાબતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીને કરેલી લેખિત રજૂઆત….

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…

    ગુજરાત સરકાર દ્વારા તારીખ ૨-૯-૨૦૨૨ ના રોજ પરિપત્ર કરી અક્રીડીટેશન કાર્ડ ધરાવતા પત્રકારોને એસટી વિભાગની અન્ય બસોની જેમ વોલ્વો અને સ્લીપર કોચ બસમાં વિના મૂલ્યે મુસાફરી કરવાની સવલત આપી, ખૂબ જ સારી કામગીરી કરેલ છે.
    પત્રકારો દ્વારા જાણવા મળેલ કે વોલ્વો અને સ્લીપર કોચમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો એસટી નીગમની વેબસાઈટમાં ઓનલાઇન બુકિંગ કરાવવા માટે પત્રકાર શબ્દનો ક્યાંય ઉલ્લેખ દર્શાવેલ ન હોવાથી, પત્રકારો ઓનલાઇન બુકિંગ કરાવી શકતા ન હતા. આ સારી સેવાનો લાભ પત્રકારો લઈ શકતા ન હોવાની રજૂઆતને ધ્યાને લઈ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય શ્રી ભૂમિતભાઈ પંચાલ અને કમલેશભાઈ પટેલ તારીખ ૧૧-૦૫-૨૦૨૩ના રોજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીને સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે રૂબરૂ મળી રજૂઆત કરવા ગયેલા. પરંતુ વાહન વ્યવહાર મંત્રી શ્રી મિટિંગમાં વ્યસ્ત હોવાથી મળી શક્યા ન હતા. તેથી પત્રકાર એકતા પરિષદ દ્વારા આ પત્રને ઇનવર્ડ કરાવવાની ફરજ પડી હતી.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *