પ્રતિકાત્મક તસવીર…
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.
તારીખ : ૧૦-૦૫-૨૦૨૩
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સોલા પોલીસ સ્ટેશનની હદમાં નયના, મનોજ, મહેશ, રંગો, મોહિત, કિસન, બળદેવ અને સતીશ નામના બુટલેગરોને દેશી અને ઇંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવાની મૌખિક મંજૂરી વહીવટદાર યશપાલસિંહ દ્વારા આપવામાં આવી હોવાના અહેવાલ જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા પ્રસિદ્ધ કરી.. ઉચ્ચ અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરેલ છે, તેમ છતાં હાલમાં નયના નામની બુટલેગર દ્વારા કચરાપેટી પાસે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતી હોવાનું જાણવા મળેલ છે.
મળેલી માહિતી મુજબ જવાબદાર અધિકારીઓ કાયદાના કોઈપણ જાતના ડર વિના બુટલેગરોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહ્યા હોવાનો અહેસાસ જાગૃત પ્રજા કરી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા દેશી વિદેશી દારૂની હાટડીઓને કાયમી ધોરણે બંધ કરવા બાબતે કડક સૂચનાઓ આપેલ છે સાથે સાથે હપ્તાકાંડ સર્જનારા જવાબદાર અધિકારી – કર્મચારીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરવાના આદેશ પણ આપવામાં આવેલ છે.
ગેરકાયદેસર હપ્તો ઉઘરાવવા માટે ટેવાયેલા અમુક વહીવટદારો અને અધિકારીઓને કારણે સમગ્ર પોલીસ તંત્ર બદનામ થઈ રહ્યું છે.
કહેવાય છે કે સોલા પોલીસ સ્ટેશનની હદમાં વહીવટદારની ઊંચી વગને કારણે સમાચાર પત્રોમાં સોલા વિસ્તારમાં ચાલતી અસામાજિક બદીઓના અનેક અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં કાયદાનો અમલ ના કરતા જવાબદાર અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી ? ગેરકાયદેસર ઉઘરાવેલ હપ્તારૂપી રકમ અધિકારીઓ સુધી પહોંચે છે માટે બુટલેગરોને છાવરવામાં આવે છે ? શા માટે નામચીન અને લિસ્ટેડ બુટલેગરોને તડીપાર કે પાસા જેવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી ? આવી અનેક ચર્ચાઓ સોલા વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
સોલા વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ બુટલેગરો કેવા કેવા પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..