પ્રતિકાત્મક તસવીર
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા – તા. ૧૦-૦૫-૨૦૨૩
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અમદાવાદ શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં કાર્યરત અસામાજિક પ્રવૃત્તિઓનો પડદાફાસ કરી.. જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરી.. આવી અસામાજિક પ્રવૃત્તિઓ કાયમી ધોરણે બંધ થાય તેવા અથાગ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે…
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અગાઉ કાલુપુર પોલીસ સ્ટેશનની હદમાં કાંતિ.. ફયાઝ… યાસીન.. કે. કે.. અને પંડિત નામના બુટલેગરો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરેલ હતા. તેમ છતાં કાલુપુર પોલીસ સ્ટેશનના વહીવટદારો આવી અસામાજિક પ્રવૃત્તિઓને મહિને લાખો રૂપિયાનું ભરણ ઉઘરાવી… કાયદાના કોઈપણ જાતના ડર કે ભય વિના અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવાની મૌખિક મંજૂરીઓ આપી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ત્યારે સવાલ એ થાય છે કે આ વહીવટદારો કોના આશીર્વાદથી કાયદાનો ભંગ કરી રહ્યા છે ? શા માટે આ વહીવટદારો ઉપર યોગ્ય કાર્યવાહી હાથ ધરાતી નથી ?
લીસ્ટેડ અને નામચીન બુટલેગરો ઉપર શા માટે તડીપાર કે પાસા જેવી કડક કાર્યવાહી હાથ ધરાતી નથી ? આવા અનેક સવાલો સ્થાનિક જાગૃત પ્રજા કરી રહી છે ત્યારે અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપી જવાબદાર અધિકારીઓ અને બુટલેગરો ઉપર કડક હાથે કાર્યવાહી હાથ ધરાય તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
કાલુપુર વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ બુટલેગરો કેવા કેવા પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જનસમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..