


જન સમૃદ્ધિ ન્યુઝ વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
તારીખ : ૦૭-૦૫-૨૦૨૩
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ખાડિયા વોર્ડ દ્વારા તારીખ 6-5-2023 ને શનિવારના રોજ મુખ્ય કોમર્શિયલ માર્ગો જ્યાં નાગરિકોની વધુ અવરજવર રહેતી હોય તેવા માર્ગો પર સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ ખમાસાથી.. માંડવીની પોળથી.. ઢાળની પોળથી.. આસ્ટોડિયા દરવાજાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ દાણાપીઠ ખાતે પરત ફરી હતી.
આ રેલીમાં નાગરિકોને શહેરને સ્વચ્છ કરવા અને કચરો જાહેર માર્ગો પર ન ફેકવા તેમજ ઘર અને કોમર્શિયલ એકમોનો કચરો ડોર ટુ ડોરના વાહનમાં સૂકો, ભીનો, સેનેટરી અને જોખમી કચરો અલગ અલગ કરી આપવા માટે સમજણ આપેલ હતી.
મધ્ય ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં ગંદકી કરતા.. નેશન્સ કરતાં ધંધાકીય એકમો.. પાનના ગલ્લા તેમજ ચા ની કીટલી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ડસ્ટબિન ન રાખતા એકમો વિરુદ્ધ તારીખ 21-4-23 થી 5-5-2023 સુધીમાં 535 નોટિસો આપી 3,98,700 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.