Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને સન્માન સાથે વિદાય આપવામાં આવી…

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા યાદગાર વિદાય આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે, અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિધિવત રીતે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની વિદાઈ કરવામાં આવી. સંજય શ્રીવાસ્તવ 2003 થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ તેઓ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂકયા છે. જ્યારે અમદાવાદમાં પણ ઝોન – 1 – 2 – 3 અને 5 માં ડીસીપી તરીકે તેમજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર તેમજ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેમના વિદાય સમયે શહેરના એસીપી, ડીસીપી, પીઆઇ પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનેર પણ આપવામાં આવ્યું હતું. અત્રે યાદ રહે કે હાલ સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ ગુજરાત 2005ની બેચના આઇપીએસ પ્રેમવીરસિંહને આપવામાં આવ્યો છે.


અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને સન્માન સાથે વિદાય આપવામાં આવી…