Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

એસ.ટી. સ્ટેન્ડ ની બહાર જાહેર ફૂટપાથો ઉપરના દબાણ દૂર નહીં કરવા બાબતે આચારવામાં આવતો ભ્રષ્ટાચાર ! જાગૃત નાગરિકો..!

વિષ્ણુ કે પ્રજાપતિ – તા. ૨૮-૦૪-૨૦૨૩

અમદાવાદ શહેરના એસટી સ્ટેન્ડ ની બહાર આવેલ ફૂટપાથો ઉપર લારીઓ ઉભી રાખી સાથે ટેબલ ખુરશી પાથરી, ગેરકાયદેસર દબાણો કરી રહ્યા હોવા બાબતે જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા રજૂઆતો તેમજ અહેવાલો પ્રસિદ્ધ કરવા છતાં મ્યુનિસિપલ કમિશનરના આદેશનું તેમજ કાયદાનું પાલન જવાબદાર દબાણ વિભાગના અધિકારીઓ તથા વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતું ન હોવાનું જાણવા મળેલ છે.
કહેવાય છે કે આ ગેરકાયદેસર દબાણો દૂર નહીં કરવા બાબતે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના દબાણ ખાતાના કર્મચારી/ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચારવામાં આવતો હોવાથી, એસ.ટી સ્ટેન્ડ ગીતામંદિર ખાતેના જાહેર રોડ તેમજ ફૂટપાથો ઉપરના દબાણો દૂર ન કરવી કાયદાને તેમજ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ખોળીને પી જતા હોય તેવું તેઓની કાર્યપ્રણાલી ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયા પછી આમ પ્રજા વિશે થોડીક પણ લાગણી બચી હોય તો તાકીદે એસટી સ્ટેન્ડની આસપાસના તમામ લારીરૂપી ગેરકાયદેસર દબાણો કાયમી ધોરણે દૂર કરાય તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


એસ.ટી. સ્ટેન્ડ ની બહાર જાહેર ફૂટપાથો ઉપરના દબાણ દૂર નહીં કરવા બાબતે આચારવામાં આવતો ભ્રષ્ટાચાર ! જાગૃત નાગરિકો..!