જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ…
જાહેર પરિવહન ક્ષેત્રમાં સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં તા.૧-૪-૧૯૪૭ થી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ૧૧૨ બસો અને ૩૮ રૂટો સાથે શરૂ કરવામાં આવેલ જેનો વ્યાપ આજે વધીને દૈનિક અંદાજીત ૮૬૭ બસો અને ૧૬૮ ઓપરેશનલ રૂટોથી અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં અ.મ્યુ.ટ્રા.સ.ની બસોનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદ શહેરનો વિસ્તાર ૪૮૦.૮૮ ચો.કી.મી.થી વધીને ૫૦૫ ચો.કી.મી.નો થવાથી ઔડાના ગામો જેવા કે પૂર્વમાં કુજાડ ગામ, ઉન્દેલ ગામ, હલદરવાસ, ખાત્રજ (મહેમદાવાદ), દહેગામ, કરોલી ગામ પશ્ચિમમાં સાણંદ, માધવનગર, મોતીપુરા, થોળ ઉત્તરમાં કલોલ, વામજ, મેડાઆદરજ, પોળ, દક્ષિણમાં બાવળા- કાશીન્દ્રા, બારેજા વિગેરે ગામડાઓમાં પણ એ.એમ.ટી.એસ.ની બસ સુવિધા આપવામાં આવે છે.
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેઓની વિધવાઓ, પ્રજ્ઞાચક્ષુઓ, પ્રેસ રીપોર્ટરશ્રીઓ, માન્ય યુનિયનના પ્રતિનિધિશ્રીઓ, વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો તેમજ ૬૫ વર્ષ થી વધુ ઉંમરના સીનીયર સીટીઝનો, મૂકબધીર વ્યકિતઓને મફત મુસાફરીના પાસ આપવામાં આવે છે. આમ આર્થિક નુકશાન સહન કરીને પણ આ સંસ્થા સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવે છે. અ.મ્યુ.ટ્રા.સ.નો વહીવટ કરકસરયુકત રીતે કરવામાં આવે છે. પરંતુ શહેરના નાગરિકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને છેવાડા સુધીના વિસ્તારોમાં સસ્તી અને કિફાયતી બસ સેવા આપવા માટે ઓછી આવક કરતા રૂટો સંચાલિત કરીને નુકશાન ભોગવીને પણ પ્રવાસીઓને અવિરત પણે પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.
બજેટ વર્ષ ૨૦૨૬-૨૦૨૭ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સંચાલિત બસોની સંખ્યામાં વધારો કરીને ૧૬૦૦ જેટલી બસો કરવામાં આવશે જે હાલની સંચાલિત બસો કરતાં લગભગ બમણી થશે. તમામ રૂટોનું વિગતવાર ઍનાલીસીસ કરીને જરૂરીયાત મુજબ બસોની ફ્રીકવન્સી વધારવાનું આયોજન કરવામાં આવેલ છે.
સને ૨૦૨૬-૨૦૨૭ના ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રી દ્વારા રજુ કરવામાં આવેલ રૂ|.૯૯૧ કરોડના કુલ બજેટ માં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા નીચે દર્શાવેલ રૂ|.૨૦ કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂા.૧૦૧૧ કરોડનું મંજુર કરવામાં આવેલ છે.
૧. ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂા.૯ કરોડ મેળવીને વધુ ૪ ઇલેકટ્રીક એ.સી. ડબલડેકર બસો + તેના ચાર્જર કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેકચરર પાસે કરાવવા સાથે ખરીદવાનું ઠરાવવામાં આવે છે.
२. દરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર અંદાજે રૂા..ર કરોડના ખર્ચે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લગાવાનું ઠરાવવામાં આવે છે.
- સ્ટાફ બીહેવીયર ટ્રેનીંગ પ્રોગ્રામ રૂા..૨૦ લાખના ખર્ચે એ.એમ.ટી.એસ.ની રેવન્યુ બચતમાંથી કરાવવાનું ઠરાવવામાં આવે છે.
૪. જમાલપુર ડીપો ખાતે સ્ટોર બિલ્ડીંગ ૫૦ વર્ષ જુની જર્જરીત હાલતમાં હોવાથી નવી બિલ્ડીંગ અંદાજે ૩ કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી તૈયાર કરવાનું ઠરાવવામાં આવે છે.
૫. પ્રદુષણ મુકત શહેરી પરિવહન પ્રોજેકટ કલીન એર બસ ફલીટ પ્રોગ્રામ અંતર્ગત મુસાફરોને રેટ્રોફિટ તૈયાર ઇન-કેબિન એર પ્યોરીફીકેશન સીસ્ટમ પ્રથમ તબકકામાં ૭૦ એ.સી. બસોમાં અંદાજીત ૩ કરોડના ખર્ચે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લગાવવાનું ઠરાવવામાં આવે છે.
૬. એ.આઇ આધારીત પબ્લિક ડીમાન્ડને ધ્યાનમાં રાખીને ડાયનામીક શીડયુલીંગ સોફટવેર ઑપ્ટીમાઇઝેશન માટે રૂા.. ૩ કરોડના ખર્ચે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લગાવવાનું ઠરાવવામાં આવે છે.
આ વર્ષમાં ટ્રાન્સપોર્ટ સર્વિસના ઝીણામાં ઝીણી બાબતો પ્રત્યે ધ્યાન દોરી સૂચનો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય શહેરી વિકાસ મંત્રીશ્રી. માનનીય વાહન વ્યવહારમંત્રીશ્રી, માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, મા. સ્ટે.કમિટી ચેરમેનશ્રી, મ્યુ. ભા.જ.૫.ના મા.નેતાશ્રી, તેમજ વિપક્ષના નેતાશ્રી, દંડકશ્રી, ચેરમેનશ્રી સ્કુલબોર્ડ, મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ, ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યશ્રીઓ, અ.મ્યુ.ટ્રા.સ.ના માન્ય યુનિયનો, પત્રકાર મિત્રો, ઇલેકટ્રોનિક મીડીયા તથા અસંખ્ય નાગરીકોએ આ સેવાને સુદ્રઢ બનાવવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા ડે.મ્યુ.કમિશનર / ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રી અને તંત્રના સી અધિકારીઓ સાથે મળી નગરજનોને સર્વશ્રેષ્ઠ બસ સેવા પુરી પાડી શકાય અને તંત્ર લોકાભિમુખ બને તે માટે તમામ પ્રકારનો સાથ-સહકાર આપ્યો છે જે સૌ કોઇનો આ તબકકે અંતઃ કરણ પૂર્વક આભાર માનું છું. આવનારા દિવસોમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌનો સહકાર તેમજ સૌના વિશ્વાસથી આ પરિવહન સેવા વધુ સુદ્રઢ બને સક્ષમ બને એ જ અભ્યર્થના.
