જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ.
અમદાવાદના કોટ વિસ્તારમાં મોટાભાગની ફૂટપાથો જાણે દુકાનદારોએ ખરીદી લીધી હોય તેવી રીતે આખી ફૂટપાથની ઉપર અને જાહેર રોડ ઉપર અસંખ્ય દબાણો કરી રહ્યા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે સાથે સાથે લોકોને આવન જાવન માટે પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ હકીકત સ્થાનિક રાજકીય નેતાઓ અને જવાબદાર અધિકારીઓ જાણતા હોવા છતાં યેનકેન પ્રકારે આ સમસ્યાને આડકતરી રીતે છાવરતા નજરે પડી રહ્યા હતા.
જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળેલી માહિતી મુજબ તા. ૨૭-૧-૨૬ ના રોજ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ડે. એસ્ટેટ ઓફિસર ચિંતનભાઈ ની સૂચના અનુસાર એસ્ટેટ વિભાગની દબાણની સયુંકત ટીમ દ્વારા ત્રણ દરવાજા થી પાનકોર નાકા જવાના જાહેર રોડ ઉપર અસંખ્ય દબાણકર્તાઓ દબાણ કરી ટ્રાફિકની દરરોજ ગંભીર સમસ્યા ઉત્પન્ન કરી રહ્યા હોવાથી દબાણ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
આ ડ્રાઈવમાં ૭ નંગ પોટલાં, ૭ નંગ લોખંડ ના પલંગ, ૨ નંગ સાયકલ, ૧૫ નંગ સાયકલનો સામાન, ૭ નંગ સાદી લારીઓ, ૮ નંગ લોખંડની જાળી, ૧૦ નંગ પ્લાસ્ટિક ના ટેબલ અને ૧૦૯ નંગ અન્ય પરચુરણ સમાન જપ્ત કરી સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આમ આ રીતે અમદાવાદના કોટ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ નિયમિત આવી દબાણોની ડ્રાઇવનું આયોજન હાથ ધરાય તો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી રહે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી.
