વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ…
અમદાવાદ મહાનગર પાલિકાના મેયર અને અમદાવાદના પ્રથમ નાગરિક શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ તેમજ રેવન્યુ કમિટીના ચેરમેન શ્રી અનિરૂધ્ધસિંહની ઉપસ્થિતિમાં ભારે હર્ષનાદ વચ્ચે ઓફિસના પ્રવેશ દ્વારમાં રીબીન કાપીને મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન દ્વારા ઓફિસને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ પ્રસંગે મ્યુનિ. કોર્પોરેશનના અગ્રગણ્ય સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહીને પ્રસંગને ઉજજવળ બનાવેલ હતો.
મંડળના આગેવાનોમાં પ્રમુખ શ્રી શાંતિલાલ મકવાણા, જનરલ સેક્રેટરી શ્રી કનુભાઈ ભરવાડા, કિરણભાઈ સોલંકી, પ્રશાંતભાઈ મહારાજા, જીતુભાઈ ભરવાડા, તુષારભાઈ મકવાણા, કિર્તીભાભઈ, રજનીભાઈ વસંતભાઈ બ્રહ્મભટ્ટ, મુકેશભાઈ ભરવાડા, દિગેશભાઈ ભટ્ટ તથા અલગ અલગ વોર્ડમાંથી પધારેલ કામદાર આગેવાનશ્રીઓ તથા સામાજીક આગેવાનો હાજર રહેલ હતાં.