Wed. Jun 24th, 2026
    દેરાસર વાળા ખાંચો, ઘાંચીની પોળમાં શરત ભંગ કરી બાધકામ કાર્યરત હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટરની ભૂડી ભૂમિકા !
    Views 237

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા, તા. ૧૬-૦૪-૨૫

    ખાડિયા વિસ્તારમાં વર્ષોથી ગે.કા. બાધકામો અને રેસીડેન્સી મકાનોમાં રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ હેતુફેર કરી અનેક કોમર્શિયલ બાધકામો વોર્ડ ઇન્સ્પેક્ટરની ભ્રષ્ટાચારની નીતિને કારણે તેમજ ફરજ પ્રત્યેની ભૂડી ભૂમિકાને કારણે અનેક ગે.કા. ઇમારતો ધમધમતી નજરે પડી રહી છે.

    ખાડિયા વિસ્તારમાં દેરાસર વાળા ખાચામાં, ઘાંચીની પોળમાં દૃશ્યમાં જે ઇમારત પરિપૂર્ણ થઈ રહી છે તે ઇમારતને જો રીપેરીંગની મંજુરી આપેલ હોય ! તો આ ઇમારત પાસે રજા ચિઠ્ઠી પ્રદર્શિત કરેલી જણાતી નથી, એનો મતલબ કે મ્યું. કમિશનરનાં આદેશનો સ્પષ્ટ ભંગ કરેલ છે, તો પછી વોર્ડ ઇન્સ્પેક્ટર શા માટે આ ઇમારતની રજા ચિઠ્ઠી રદ કરવાની કાર્યવાહી હાથ ધરતાં નથી.

    અને જો ગે.કા. બાધકામ પરિપૂર્ણ થઇ રહ્યું છે તો શા માટે સીલ મારી તેને અટકાવતા નથી ? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

    ખાડિયા વિસ્તારમાં ગે. કા. બાધકામો અને રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ તેમજ હેતુફેર કરેલ બાધકામો વિરુદ્ધ કાયદાનો અમલ નહીં કરવા માટે વોર્ડ ઇન્સ્પેકટર ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ચર્ચા ખાડિયા વિસ્તારમાં ચર્ચા નો વિષય બનવા પામી છે ત્યારે મ્યું. કમિશનર દ્વારા ખાડિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં જે જે ૨૬૦ (૨) ની નોટિસો આપેલ છે તેમાં શા માટે ખાતાકીય અમલીકરણ ની કાર્યવાહી હાથ ધરાતી નથી ? તેની તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહી ?

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *