Tue. Apr 21st, 2026
    ગોમતીપુરમાં જર્જરિત પબ્લિક ટોઇલેટ રીપેરીંગ કરાવવા સ્થાનિકો દ્વારા સતત ૩ વર્ષથી ફરિયાદો કરવા છતાં જૈસે થે ની સ્થિતિમાં..! જાગૃત નાગરિક…
    Views 203

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ મહાનગર પાલિકામાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ સમયસર મળી રહે તે માટે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવી રહ્યું છે, પરંતુ પ્રજાને પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ ધરમ ધક્કા ખાવા પડતા હોવાની હકીકત જન સમૃદ્ધિ ન્યુઝને મળવા પામેલ છે.

    ગોમતીપુર વિસ્તારમાં ડો. હરવાણી ક્લિનિકની સામે, ગાર્ડન પાસે, ગોમતીપુર ખાતે પબ્લિક ટોયલેટ આવેલ છે. જ્યાં સ્થાનિક પ્રજા તેનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. જેથી આ ટોયલેટ જર્જરીત હાલતમાં થઈ ગયેલ છે. આ જર્જરીત ટોયલેટને રીપેરીંગ કરવા તેમજ નવા બનાવવા માટે સ્થાનિક જાગૃત પ્રજા દ્વારા છેલ્લા ૩ વર્ષથી ઓનલાઇન તેમજ ઓફલાઈન ફરિયાદો કરવામાં આવેલ છે તેમજ અવારનવાર રિમાઇન્ડર પણ કરાવેલ છે અને જવાબદાર અધિકારીઓને રૂબરૂ મળી રજૂઆતો કરતા તેઓ બજેટ તેમજ અન્ય બાબતો જણાવી યોગ્ય પ્રત્યુતર કે કાર્યવાહી કરતાં ન હોવાની રજૂઆત જન સમૃદ્ધિ ન્યુઝને કરવામાં આવેલ છે.

    સવાલ એ થાય છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વહીવટને વધુ અસરકારક બનાવવા તથા નાગરિક સેવાનું સ્તર વધુ શુદ્રડ કરવા અને પ્રજાની ફરિયાદોનો સુચારું રીતે નિકાલ થાય તે માટે જવાબદાર અધિકારી ઓને સત્તા આપેલી છે, તે શું માત્ર કાગળ ઉપર જ સીમિત છે ?

    ગોમતીપુરના આ જર્જરીત પબ્લિક ટોયલેટને રીપેરીંગ તેમજ નવા બનાવવા માટે ફરિયાદો કરવા પાછળ ત્રણ વર્ષનો સમય થવા છતાં કયા અધિકારીની બેદરકારી છે શા માટે ફરિયાદોનો નિકાલ કરવામાં ન આવ્યો ? ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એ.સી. ચેમ્બરમાં બેસી ફક્ત ફાઇલ જ તપાસી રહ્યા છે ? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે !

    જન સમૃદ્ધિ ન્યૂઝના અહેવાલ પછી તાકીદે ગોમતીપુરના આ જર્જરીત હાલત થયેલ પબ્લિક ટોયલેટને રીપેરીંગ અથવા નવા બનાવવાના આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર બેજવાબદાર અધિકારી /કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાના પણ આદેશ આપે તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *