જન સમૃદ્ધિ ન્યૂઝ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ૨૫-૦૨-૨૦૨૫
ગુજરાતમાં સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખિયાલનું વર્ષો પુરાણું મંદિર જાણીતા જય ચકુડિયા મહાદેવમાં શિવરાત્રી પર્વ નિમિતે સવારના ૪.૦૦ વાગે મહા આરતી અને ભોળાનાથને સવામણ દૂધનો અભિષેક થશે અને સવાલાખ બીલીપત્ર ચઢાવવામાં આવશે. તે દિવસે અખંડધૂન અને બરફના મહાદેવના દર્શન ૪:૩૦ વાગ્યે ખુલ્લા મુકવામાં આવશે. શિવરાત્રીની રાત્રે ૧૨ વાગે મહાપૂજા પ્રારંભ થશે અને સવારે ૪.૦૦ વાગે પૂર્ણ થશે અને બીજા દિવસે ભગવાનને પારણા કરવામાં આવશે. મહાદેવના પટાંગણમાં ભાવિક ભક્તોને દર્શનાથે શ્રી મહાકાળીમાતા, બળિયા દેવ, સાઈનાથ બાબા, જલધારા હનુમાન દાદા, પડેશ્વર દાદાના દર્શન રાધાકૃષ્ણ ભગવાન રામ દરબાર તેમજ કેવટ પ્રસંગ તથા બાર જ્યોતિર્લિંગ ઋષિકેશ દાદાના દર્શન થશે. તેમજ હરિ ભક્તોને શનિદેવના દર્શન થાય એ હેતુથી આપણા વિસ્તારમાં જય ચકુડિયા મહાદવ ના મંદિરમાં શનિદેવ બિરાજમાન કરેલ છે.
શિવરાત્રીના પર્વ નિમિતે દાદાના સાનિષ્યમાં દર્શન માટે હજારો દર્શનાર્થીઓ ગામ પરગામથી અત્રે આવે છે અને મંદિરના કમ્પાઉન્ડમાં મેળો ભરાય છે.
જય ચકુડિયા મહાદેવ મહાદેવ દાળ-રોટી સદાવત ટ્રસ્ટ તરફથી કોઈપણ જાતના ભેદભાવ વગર સાધુસંતો, ગરીબો તેમજ અભ્યાગતોને દરરોજ સવાર સાંજ વિના મુલ્યે ભોજન પીરસવામાં આવે છે. મહારાજશ્રી અને તેમનો પરિવાર સપ્રેમ જમાડે છે. આ સંસ્થા તરફથી ગૌ-શાળા ચલાવવામાં આવે છે. મંદિરમાં કોઈ સ્થાયી કે ફિક્સ ઈન્કમ નથી. આ તમામ સેવા પ્રવર્તિ આકાશ વૃતિ પર ચાલે છે. ગો-શાળામાં આશરે ૧૫૦ ગાયોની સેવા ચાકરીનો ખર્ચ મંદિર તરફથી થાય છે. તેમાં ગૌમાતાની સેવા થાય છે.
જય ચકુડિયા મહાદેવ દાળ-રોટી સદાવ્રત ટ્રસ્ટ સંસ્થામાં દાન આપનાર દાતાઓને ૮૦ જી.હેઠળ ઈન્કમટેક્ષમાંથી મુક્તિ મળે છે.
“જન સેવા એજ પ્રભુ સ્મરણ ભજન અને ભોજન આ સદાવ્રતનો મુદ્રાલેખ છે.”