Sat. May 23rd, 2026
    ખાડિયા વિસ્તારમાં આવેલ પિત્તડિયા પોળમાં અધિકારીઓને ઉધાં ચશ્મા પહેરાવી, કાયદાનો ભંગ કરતા રાજકીય નેતાઓ અને બની બેઠેલી બિલ્ડર લોબી..!
    Views 400

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    મધ્ય ઝોન ના ખાડિયા રહેણાંક વિસ્તારમાં હવે ગે.કા. બાધકામો ની જગ્યાએ રેસીડેન્સી ની મંજૂરીની ફાઈલ મૂકી, કોમર્શિયલ બાધકામ થઈ રહ્યા છે, આ બાધકામ પૂર્ણ થયા પછી કમ્પલીશન સર્ટી મેળવી લેવાય છે, અને ત્યાર પછી ખરો ખેલ રમાય છે..! એટલેકે રેસીડેન્સી ની જગ્યા એ વાણિજ્ય પ્રકારનો ઉપયોગ થાય, અને તંત્ર નોટિસો આપે, સીલ મારી કાર્યવાહી હાથ ધરાય છે.

    આવોજ એક કિસ્સો જન સમૃધ્ધી ન્યૂઝને મળવા પામેલ છે. ખાડિયા વિસ્તારમાં આવેલ આ પિત્તડિયા પોળ માં હેરિટેજ મિલકતમાં રેસીડેન્સી ની મંજુરી મેળવી, હાલમાં વાણિજ્ય ઉપયોગ થઈ રહ્યો હોવાથી અને બીજી એક મિલકતમાં પણ વાણિજ્ય ઉપયોગ થતો હોવાથી તંત્ર દ્વારા તેને નોટિસ આપી, સીલ મારવાની કામગીરી કરેલ હોવાનું જાણવા મળેલ છે.

    બીજી ચોકાવનારી હકીકત એ સામે આવેલ છે કે એક ચાર માળ ની ઈમારત કે જેમાં બોર અને લિફ્ટ નાખેલ છે સાથે સાથે આ મિલકત અન્ય ઈસમ દ્વારા ભાડે રાખેલ છે એટલે તેનો ટેક્સ ભાડુઆત તરીકે આકારવો જોઈએ, તેની જગ્યાએ આ મિલકતનો ટેક્સ સેલ્ફ તરીકે આકારી કોર્પોરેશન ને લાખો રૂપિયાનો ચૂનો ખાડિયા વોર્ડના ટેક્સ ઇન્સ્પેક્ટર ચોપડી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.

    કહેવાય છે કે આ ઇમારતો ના સુપરવિઝન માટે એસ્ટેટ અને ટેક્સ વિભાગના અધિકારી/કર્મચારીઓ આવીને સ્થળ તપાસ કરી ગયા છે ત્યારે હવે એ જોવાનું કે આ ઇમારતોનું ડીમોલેશન હાથ ધરાય છે કે કેમ ?

    તો કોણ છે આ ઇમારતોના માલિકો ? કોણ છે આ ઇમારતોની રીપેરીંગ ની મંજુરી મેળવી વાણિજ્ય પ્રકારનો ઉપયોગ કરાવનાર એન્જિનિયર/રાજકીય બિલ્ડર ? આ તમામ ઇમારતોની ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *