Fri. Jun 26th, 2026
    દરિયાપુર બારડોલપૂરા ખાતે આવેલ ચોરામાં નિયમ મુજબ સર્ટિ. મળતા ન હોવાની ઉઠેલી બુમરાડ !
    Views 317

    અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદમાં ટુકજ સમયમાં ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામો જાહેર થતાંની સાથેજ વિદ્યાર્થીઓને એડમિશન માટે આવકના અને નોન ક્રિમીનલ સર્ટિ. ની જરૂરિયાત ઉદ્ભવે છે, ત્યારે તેઓ પોતાના વિસ્તારની કચેરી ખાતે જઈને ફોર્મ મેળવી, માગેલ આધાર પુરાવા રજૂ કરીને સર્ટી. મેળવતા નજરે પડી રહ્યા છે..

    જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળેલ કે વિદ્યાર્થીઓ જ્યારે નોન ક્રિમીનલ સર્ટી. મેળવવા માટે ફોર્મની સાથે પુરાવા સબમિટ કરાવે છે. ત્યારે તેઓને સર્ટી. મેળવવા માટે પહોંચ આપવામાં આવે છે.

    આ પહોંચમાં સ્પષ્ટ જણાવેલ છે કે ક્રિમીનલ સર્ટિ. મેળવવા કરેલ અરજીના નિકાલના સંભવિત દિવસોમાં એક દિવસ માં સર્ટિ. મળશે તેવું સ્પષ્ટ જણાવેલ છે અને અરજીનું સ્ટેટસ અને નિકાલની વિગત જાણવા માટે મોબાઇલ નં. આપવો તેથી એસ.એમ.એસ. થી જાણ કરી શકીએ. તેવું સ્પષ્ટ જણાવેલ છે.

    પરંતુ દરિયાપુર બારડોલપૂરા ખાતે આવેલ સરકારી કચેરી (ચોરા) માં કંઇક અલગ જ પ્રકારની કાર્યપ્રણાલી ચાલી રહી હોવાથી જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા તલાટીને મળી રજૂઆત કરેલ કે એક દિવસમાં ક્રિમીનલ સર્ટી. વિદ્યાર્થીઓને આપવાની કાયદાકીય જોગવાઈ હોવા છતાં તમે અઠવાડિયું શા માટે કહો છો ? ત્યારે તેઓએ જણાવેલ કે અમારે છેક મેઘાણી નગર જવું પડે અને ત્યાં અધિકારી હાજર હોય કે ના હોય ! તે માટે અઠવાડિયાનો સમય આપવામાં આવે છે..

    તલાટીની વાત યોગ્ય ના લાગતા અમે રજૂઆત કરી કે અમે કચેરીએ બે થી ત્રણ વખત આવ્યા પરંતુ સર્કલ ઓફિસર સમયસર હાજર હોતા નથી. અરજદારોની કોઈ ફરિયાદ હોય તો રજૂઆત કોને કરવાની ! તો તેઓએ જણાવેલ કે કોઈ કામ હોય અથવા સહી કરવાની હોય તો જ આવે છે, જોવા જેવું a છે કે ઓફિસની બહાર અધિકારીનું નામ કે સંપર્ક નંબર ક્યાંય દર્શાવેલ ન હોવાથી, અમે સાહેબનો નંબર માગ્યો તો જણાવેલ કે મોબાઇલ પર્સનલ હોવાથી તે નંબર ના આપી શકાય !

    આમ દરિયાપુર, બારડોલપુરા ખાતે આવેલ સરકારી કચેરીમાં નીતિ નિયમ મુજબ કામગીરી થતી ન હોવાની ચર્ચા ચાલી રહી છે, સાથે સાથે સર્ટિ. એક દિવસમાં મળી જાય તેવું સ્પષ્ટ પહોંચ માં લખેલું છે તેમ છતાં એક અઠવાડિયા માં મળશે તેવી ખોટી હકીકત અરજદારોને જણાવી.. જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને જલ્દી/તાત્કાલિક સર્ટિ. મળી શકતા નથી. કહેવાય છે કે અરજન્ટ સર્ટી. મેળવવા માટે ત્યાં કચેરીમાં અમુક તત્વો જાહેર રોડ ઉપર ઊભી કરવામાં આવેલ ગે.કા. કીટલીની આડમાં વહીવટ કરી રહ્યા હોવાની પણ ચોકાવનારી માહિતી મળેલ છે.

    જેથી આ સરકારી કચેરીમાં પહોંચ ઉપર દર્શાવેલ સમય મર્યાદાનો અમલ તલાટી અને સર્કલ ઓફિસર શા માટે કરાવતા નથી ? તેની તપાસના આદેશ કલેકટર દ્વારા આપવામાં આવે, તો વિદ્યાર્થીઓને સમયસર પોતાના આવકના દાખલા અને નોન ક્રિમીનલ સર્ટી. મળી રહે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *