અમદાવાદ.. વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા..
રાણીપ પોલીસ સ્ટેશન ૧૧૧૯૧૦૦૨૨૫૦૧૩૮/૨૦૨૫ તા.૦૯/૦૪/૨૦૨૫ B.N.S. કલમ ૩૦૪(૨)૫૪ મુજબનો ગુનો તા.૦૯/૦૪ /૨૦૨૫ ના રોજ દાખલ થયેલ છે જે ગુનાના કામે તા.૦૯/ ૦૪/૨૦૨૫ ના રોજ ફરિયાદી તેમજ તેમના પત્ની મુંબઇ થી ટ્રેન મારફતે અમદાવાદ કાલુપુર આવેલ અને ત્યાથી ભાડાની ઓટો રિક્ષા કરી પોતાના રહેણાક વિસ્તાર સાબરમતી ખાતે જતા હતા તે સમય દરમ્યાન કલાક ૦૫/૦૦ વાગે ચીમનભાઇ બ્રિજ પાસે બે અજાણ્યા ઇસમો એક્ટીવા લઈને આવેલ અને ચાલુ ઓટોરિક્ષા એ ફરિયાદીની પત્નીની ખોળામાં રહેલ પર્સ ઝુંટવીને જતા રહેલ જે પર્સમાં સોના- ચાંદીના દાગીના તેમજ અલગ અલગ ઘડિયાળો તેમજ રોડ રૂ. મળી કુલ્લે કિં.રૂ. ૧૩,૫૬,૮૪૬/-ની મત્તાનો લુંટ કરી નાસી ગયેલ હોઇ જે ગુના સબંધે હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સ્પોર્ટથી આ ગુનાના આરોપી તારિક ઉર્ફે નોમાન અયુબભાઈ પટેલ ઉ.વ.૨૬ રહે અલહમદો રેસીડેન્સી તાજેસરીયા મસ્જિદની બાજુમાં, હિમાલયા બેકરીની પાછળ, બેરલ માર્કેટ, દાણીલીમડા અમદાવાદ શહેર મુળ રહે ગામ સારોદ તા.જંબુસર જિલ્લો ભરુચનાઓને લુંટમાં ગયેલ અલગ-અલગ સોનાના દાગીના કિ.રુ.૦૬,૭૯, ૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીને રાણીપ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી તારિક ઉર્ફે નોમાન અયુબભાઈ પટેલ ઉ.વ.૨૬ રહે અલહમદો રેસીડન્સી તાજેસરીયા મસ્જિદની બાજુમાં, હિમાલયા બેકરીની પાછળ, બેરલ માર્કેટ, દાણીલીમડા અમદાવાદ શહેર મુળ રહે ગામ સારોદ તા.જંબુસર જિલ્લો ભચ્ચ
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી નંગ-૦૨ જેની હાલની સ્થિતિએ અંદાજે બજાર કિ.રૂ.૧૮,૦૦૦/- ગણી શકાય.
(૨) સોનાની ચેન નંગ-૦૧ જેમા પટ્ટી ડિઝાઇનનો જેની હાલની સ્થિતિએ અંદાજે બજાર કિ.રૂ.૮૩,૦૦૦/-ગણી શકાય.
(૩) સોનાની રૂદ્રાક્ષવાળી માળા નંગ-૦૧ જેની હાલની સ્થિતિએ અંદાજે બજાર કિ.રૂ. ૧,૭૦,૦૦૦/- ગણી શકાય.
(૪) સોનાનુ બિસ્કીટ નંગ-૦૧ જેની હાલની સ્થિતિએ અંદાજે બજાર કિ.રૂ.૧,૯૦,૦૦૦/- ગણી શકાય.
(૫) સોનાની વિંટી નંગ-૦૧ જેની હાલની સ્થિતિએ અંદાજે બજાર કિ.રૂ.૬૮,૦૦૦/- ગણી શકાય.
(૬) સોનાની વિંટી નંગ-૦૧ જેની હાલની સ્થિતિએ અંદાજે બજાર કિ.રૂ.૮૩,૦૦૦/- ગણી શકાય.
(૭) સોનાની વિંટી નંગ-૦૧ જેની હાલની સ્થિતિએ અંદાજે બજાર કિ.રૂ.૬૭,૦૦૦/- ગણી શકાય.
ડિટેકટ કરેલ ગુનામાં રાણીપ પોલીસ સ્ટેશન ૧૧૧૯૧૦૦ ૨૨૫૦૧૩૮/૨૦૨૫તા.૦૯/૦૪/૨૦૨૫ B.N.S. કલમ ૩૦૪(૨),૫૪ મુજબ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
(૧)કારંજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮૫/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩) મુજબ
(૨)ખાડિયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૧૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ મુજબ
( ૩)નારોલ પો.સ્ટે. ફ.ગુ.રનં.૧૦૦૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)(૪), ૧૧૪ મુજબ
(૪)પાલડી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૬૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ મુજબ
(૫)કાલુપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૪૪/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ મુજબ
(૬)કાગડાપીઠ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૯૭/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩) મુજબ
(૭)કાગડાપીઠ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૬૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩),મુજબ