અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના શાહીબાગ વોર્ડમાં કૃષ્ણકાંત મોદી દ્વારા કુકરવાડા બેંકની પાછળ, હઠીપુરાના ડેલામાં, અમરજસ કોમ્પ્લેક્સ પાછળ, બિન પરવાનગીના બાધકામ અને દબાણ દૂર કરવા માટે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તા. ૭-૩-૨૫ ના રોજ આ બાધકામ અને દબાણો દૂર કરવાનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં નાયબ પોલીસ કમિશનર ઝોન – ૨ દ્વારા તા. ૨-૩-૨૫ ના પત્ર થી ડે. એસ્ટેટ ઓફિસર મધ્ય ઝોન ને ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત આપવા બાબતે જણાવેલ હતું. તેમ છતાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ મદદ મેળવેલ નથી ! તેવું આ અડીખમ ઉભુ રહેલ ગે.કા. બાધકામ ઉપર થી સ્પષ્ટ જણાઈ આવેલ છે.
પોલીસ મદદ મેળવવા માટે ઓન પેમેન્ટ થી મદદ મળતી હોવા છતાં એસ્ટેટ વિભાગ દ્વારા ફરીથી કાગળ ઉપર એલ.ઇ.બી. ઊભી કરવા અને ઉચ અધિકારીઓને ઉધાં ચશ્મા પહેરવા માટે તા. ૨૯-૦૪-૨૦૨૫ ના રોજ પોલીસ મદદ માગેલ.. જે દિવસે પરશુરામ જયંતિ હોવાથી જાહેર રજા હતી, તેવું જાણતા હોવા છતાં તે દિવસનો બંદોબસ્ત માગેલ. જે લીધેલ નથી…ત્યાર પછી હવે ત્રીજો ૧૬-૦૫-૨૫ ના રોજ પોલીસ બંદોબસ્ત માગેલ છે. આમ વારંવાર પોલીસ બંદોબસ્ત ના પત્રો લખીને અને પોલીસ બંદોબસ્ત આપતી નથી તેવા શાહીબાગ વોર્ડ ઇન્સ્પેક્ટર અને ડે. એસ્ટેટ ઓફિસર ખોટા બહાના બતાવી રહ્યા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
શાહીબાગ વોર્ડમાં અનેક ગે. કા. બાધકામો હાલમાં થઈ રહ્યા છે અને પરિપૂર્ણ થઈ વપરાશ ચાલુ થઈ ગયેલ છે તેમજ ડીમોલેશન થયેલ બાધકામો ફરીથી ચાલુ થવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર અને ડે. એસ્ટેટ ઓફિસર કાયદાનો અમલ ના કરે તો સમજવું શું ?
જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા વોર્ડ ઇન્સ્પેક્ટર, આસી. ટીડીઓ, ડે. એસ્ટેટ ઓફિસર અને વોર્ડના આસી. મ્યુ. કમિશનર ને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કાયદાનો અમલ ના કરે ! અને તેમ છતાં મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશનર રમ્યકુમાર ભટ્ટ હાથ ઉપર હાથ ધરીને તમાશો જોયા કરે ! ત્યારે મ્યું. કમિશ્નરે ચોક્કસ તપાસના આદેશ આપી કાયદાનો અમલ શા માટે કરતા નથી ! તે બાબતે ખુલાસો લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે..
ખેર હવે ડે. એસ્ટેટ ઓફિસર પેમેન્ટ ભરી ક્યારે બંદોબસ્ત મેળવે છે અને આ ગે.કા. બાધકામને દુર કરે છે તે જોવું રહ્યું !
મળેલી માહિતી મુજબ આ ગે. કા. બાધકામમાં સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા લાખો રૂપિયાનો વહીવટ લીધેલ હોવાથી, તેઓ અધિકારી ઓને આડકતરી રીતે દબાણ કરી, કાયદાનો અમલ કરવા દેતા ન હોવાનું પણ જાણવા મળેલ છે. તેથી રાજકીય નેતાઓની આ ભ્રષ્ટાચારીક કાર્યપ્રણાલીને નેસ્ત નાબૂદ કરવા આ ગે.કા. બાધકામમાં કાયદાનો અમલ થાય તે અત્યંત જરૂરી હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે..