Wed. Apr 15th, 2026
    કથિત ખાધતેલ ચોરી કૌભાંડ માં જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરતા લાંભા વોર્ડ પ્રમુખ ઘનશ્યામસિંહ..
    Views 114

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ

    અમદાવાદ શહેરમાં તારીખ-૧૦-૧૦-૨૦૨૪ ના રોજ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ધ્વારા લાંભાવોર્ડમાં આવેલ કોર્પોરેશનના રિઝવેશન પ્લોટ માં ચાલતા ગેરકાયદેસર પાર્કિંગ પ્લોટ માંથી રાજ્યસ્તરનું ખાધતેલ ચોરીનું કૌભાંડ પકડાયું. આશરે ૨.૫(અઢી)કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો હતો, જે N.R Builder ને ભાડે આપવામાં આવ્યો હતો જેની લીસ ૨ વર્ષ પહેલા જ પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં આ પ્લોટનો કબજો આસિસ્ટન્ટ ટીડીઓ જેની પરમિટ એ ટીડીઓ તરીકે સહી છે અને બાકીના રિપોર્ટમાં પણ સહી છે અને અધિકારીઓ ધ્વારા લેવામાં નહતો આવ્યો ઉપર થી છેલ્લા ૨ વર્ષ થી આ પ્લોટ નો દુરુપયોગ થઈ રહ્યો છે

    તે પ્લોટ માં ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ વોલ અને ગેટ પણ નાખી દેવામાં આવ્યો, પ્રશ્ન એ છે કે આટલા ટાઇમ સુધી એ ટીડીઓ અને અધિકારીઓ શુ કરતા હતા અને આ બનાવ બન્યાને ૪ દિવસ વિતવા છતાં હજી સુધી એ પ્લોટનો કબ્જો નથી મેળવવામાં આવ્યો કે ના તો પ્લોટ નો દૂર ઉપયોગ કરવા માટે કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. મીડિયામાં જે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એ નેતાનો આ કૌભાંડ માં હાથ છે એવું જણાઈ રહ્યું છે અને એના ઇસારે જ અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં નથી આવી રહી. જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે તત્કાળ એ ટીડીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને જે લોકો એ AMC ના પાર્કિંગ પ્લોટનો દૂર ઉપયોગ કર્યો છે તેના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અન્યથા અમો ગાંધી ચીધે માર્ગે જઈ આંદોલન કરીશું અને જરૂર પડે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરાવી શું જેની ગંભીર નોંધ લેવા રજૂઆત કરી હતી.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *