Sat. Jul 2nd, 2022
    સની ગારમેન્ટમાં લાખોની ખાયકી…! એસ્ટેટ વિભાગના સીલની કિંમત કોડીની..! રાજકીય વગ સામે કાયદો પાંગળો…!

    Share with:


    સની ગારમેન્ટમાં લાખોની ખાયકી…! એસ્ટેટ વિભાગના સીલની કિંમત કોડીની..! રાજકીય વગ સામે કાયદો પાંગળો…!
    દરિયાપુર વોર્ડમાં સની ગારમેન્ટમા મારેલ સિલની કિંમત કોડીની…! અધિકારીઓની ફરજ પરની ભૂડી ભૂમિકા…!
    અમદાવાદ શહેરના કોટ વિસ્તારોમાં રેસીડેન્સી મકાનોમાં રીપેરીંગની મંજૂરી મેળવી ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશકર્તા એકમોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તંત્રમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવા છતાં કાયદાનો અમલ ન થતાં છેવટે કોર્ટનો સહારો લેવો પડે છે અને કોર્ટના આદેશોની પણ ક્યાંક ને ક્યાંક અવગણના થતી હોય અથવા તો આંખ આડા કાન થઈ રહ્યા હોય તો આખરે સમજવું શું ? જવાબદાર અધિકારીઓ અને કાયદાનો અમલ ના કરનારા મિલકતના માલિક વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ કયા કારણોથી કાયદાનો અમલ કરાવી શકતા નથી ? તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
    દરિયાપુર વોર્ડમાં દૂધવાળી પોળ ના નાકે આવેલ સની ગારમેન્ટ વાળી મિલકતમાં તંત્ર દ્વારા કાગળ ની તમામ કાર્યવાહી હાથ ધરેલ છે વારંવાર અનેક વખત મિલકતને સીલો પણ મારેલા છે, તંત્ર દ્વારા જેટલીવાર શિલો મારવામાં આવ્યા તેટલી વખત મિલકતના માલિક દ્વારા મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદેસર સીલ તોડી વપરાશ ચાલુ કરેલ છે.
    ત્યારે સવાલ એ થાય છે કે મિલકતના માલિક કોર્પોરેશન દ્વારા મારેલ સીલની કિંમત કોડીની ગણી, કોના ઇશારે કાયદાનો ભંગ કરી રહ્યા છે ? વારંવાર સીલ તોડી જાહેર સેવક દ્વારા કરાયેલા આદેશના ભંગ બદલ તંત્ર દ્વારા કેટલીવાર ફોજદારી કાર્યવાહી હાથ ધરેલ છે ? વારંવાર કાયદાનો ભંગ કરવા છતાં કયા કારણોથી આ બાંધકામને દૂર કરાતું નથી ? મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેખિતમાં ફરિયાદ કરવા છતાં જવાબદાર અધિકારીઓ કયા કારણોથી કાયદાનો અમલ કરતા નથી ? તેની તપાસ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વિજિલન્સ વિભાગ ને સોંપાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published.