મેલેરીયા વિભાગોની ટીમો દ્વારા ચેકીંગની કામગીરી હાથ ધરાઈ.
અમદાવાદ.
આરોગ્ય વિભાગ દ્વારા તા. ૨૮-૦૯-૨૦૨૧ ના રોજ સમગ્ર શહેરના વિસ્તારોમાં આવેલ કોમર્શિયલ એકમોમાં ચોમાસાની સીઝનને ધ્યાને રાખી મચછરના બ્રીડિંગ મળતા એકમોને નોટિસો આપી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ.
અમદાવાદ મહાનગર પાલિકાના હેલ્થ વિભાગ હસ્તકના હેલ્થ મેલેરીયા વિભાગ દ્વારા હાલ ચોમાસાની સિઝનને ધ્યાને રાખી મચ્છર જન્ય રોગોના અટકાયતી પગલાના ભાગરૂપે શહેરમાં આવેલ વિવિધ એકમો, સંસ્થાઓની સઘન ઝુંબેશના ભાગરૂપે મચ્છરના બ્રિડિંગ અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદર ચેકિંગ દરમિયાન કુલ 421 કોમર્શિયલ એકમો ચેક કર્યા હતા. જેમાં મધ્ય ઝોનના ૩૫, દક્ષિણ ઝોનના ૧૨૮, દક્ષિણ પશ્ચિમ ઝોનના ૧૪, ઉત્તર પશ્ચિમ ઝોનના ૩૨, પૂર્વ ઝોનના ૫૯, ઉત્તર ઝોનના ૨૮, અને પશ્ચિમ ઝોનના ૧૨૫એકમો ચેક કરવામાં આવેલ.ચેક કરેલ એકમોમાં કુલ ૨૨૭ એકમોને નોટિસો આપવામાં આવેલ અને કુલ રૂપિયા ૪,૧૨,૮૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ બહેરામપુરા વોર્ડ માં આર.વી. ડેનીમ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝની એડમીન ઓફિસને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.