Thu. Apr 2nd, 2026
    દરિયાપુર વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ દરિયાપુરના આગેવાનોની મુલાકાત લીધી..
    Views 231

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    દરિયાપુર વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિસ્તારના આગેવાનો જેવાકે કાગજી જમાતના મુખ્ય ટ્રસ્ટી રઈશભાઈ મુનશી, મુસ્તાકભાઈ શેખ, ફકરૂલ્લાહખાન પઠાણ, યાકુબ ભાઈ શેખ અને રાજુભાઈ શેખ સાથે રૂબરૂ મુલાકાત કરી, સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી છે. આ મુલાકાત દરમિયાન ઉમેદવારોને વિસ્તારના લોકોએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આગેવાનો અને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું, જેનાથી ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો.

    ઉમેદવારોએ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે જાણકારી મેળવી. પાણી, રસ્તા, સ્વચ્છતા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓને લગતા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ઉમેદવારોએ વિશ્વાસ આપ્યો કે ચૂંટાયા બાદ તેઓ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે.

    આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા, જેના કારણે દરિયાપુર વિસ્તારમાં રાજકીય ચહલપહલ વધુ જોવા મળી રહી છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *