Sat. May 2nd, 2026
    ભાજપ દ્વારા ૨૦૨૬-૨૭ ના વર્ષ નું પોકળ વાયદાવાળુ અંદાજપત્ર : કોંગ્રેસ વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ
    Views 140

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ..

    અમદાવાદ શહેરમાં સને ૨૦૦૯ થી ભાજપ સત્તાસ્થાને છે તેઓએ છેલ્લા ૨૦ વર્ષમાં ૧,૦૦,૮૩૯ કરોડનું બજેટ મંજુર કરેલ છે. તેમાં આગામી સને ર૦૨૬-૨૭ના વર્ષનું કુલ રૂા. ૧૮૫૧૮.૦૦ કરોડનું બજેટ મંજુર કરેલ છે.

    ૨૦ વર્ષના શાસનમાં મંજુર કરાયેલ બજેટની ૧,૩૦,૮૩૯ કરોડની રકમ મામુલી દકમ નથી આ રકમો સદુપયોગ થયો હીત અમદાવાદ રાહેરની જનતાને પ્રાથમિક સુવિધા બાબતે કોઈ કરિયાદ કે સમસ્યા ના હોત પરંતુ ગેરવહીવટ અને બેરરીતીઓને કાસ્યો પ્રાથમિક સુવિધાની સમસ્યા થથાવત જ નહી પણ દિન પ્રતિદિન વધવા પામેલ છે.

    આ બજેટનો અભ્યાસ કરતાં સત્તાધારી ભાજપ દ્વારા કોમનવેલ્થના નામે માત્ર વાહવાહી લૂંટવા માટે તેના પર જ ફોક્સ કરેલ છે પરંતુ કોમનવેલ્થના નામે મંજુર કરાયેલ બજેટમાં અમદાવાદ શહેરનો કોમનમેનનો તાવ ભુલાઈ જવા પામેલ છે

    કોઈપણ દેશ, રાજ્ય કે નાના મોટા શેરનું બજેટ હોય તો તે બજેટમાં માત્ર ને માત્ર જનતાની સુખાકારી માટેનું હોવું જોઈએ પરંતુ ભાજપ દ્વારા મંજુર કરાયેલા બજેટો અમદવાદ શહેરની જનતાને માત્ર પીડા અને દુ:ખ જ આપે છે.

    બજેટમાં પ્રજાની તાકીદની જરૂરિયાતો તથા શહેરની વિવિધ સમસ્યા વિ. નો વિચાર નહી કરીને પ્રાયમિક સુવિધાના કામો બાબતે કોઈ ઠોસ જોગવાઈ કરેલ નથી.

    છેલ્લા ૨૦ વર્ષના શાસન દરમ્યાનનો અમદાવાદ શહેરમાં સર્વે કરવામાં આવે અમદાવાદ શહેરની વાસ્તવિક પરિસ્થિતિ ઉજાગર થવા પામે બજેટ હમેશા વાસ્તવિક અને પ્રજાલક્ષી હોવું જોઈએ માળખાકીય સુવિધાને પ્રાધાન્ય આપવું જોઈએ શહેરના નાગરિકો કેન્દ્ર સ્થાને હોવા જોઈએ દિન પ્રતિદિન પ્રાથમિક સુવિધાની ફરિયાદોમાં સતત વધારો થયો છે.

    એમાં કોમનવેલ્થ, થર્ડ ફાસ્ટેસ્ટ સીટી ઈન ધ વર્લ્ડ, ગ્રીન સીટી કલીન સીટી, લવેબલ અને લીવેબલ સીટી, ડસ્ટ કી સીટી, પોલ્યુશન કી સીટી, ઝીરો વેસ્ટ સીટી, સ્માર્ટ સીટી, સ્વચ્છ અને સ્વસ્થ સીટી, કલીનએસ્ટ સીટી ઓફ ઈન્ડીયા જેવી પોકળ વાતો કરતાં ભાજપના શાસનમાં પ્રાથમિક સુવિધા બાબતે વાત કરીએ તો માનવજીવનની જરૂરિયાત પીવાના પાણીની વાત કરીએ તો,

    છેલ્લા ૧૦ વર્ષથી સતત ૩૬૫ – ૨૪ કલાક શુંધ્ધ પાણી આપવાની વાતો કરતાં સત્તાધારી ભાજપ ૧ કલાક પણ પુરતા પ્રેશરથી શુધ્ધ પાણી નથી આપી શક્યાં

    રોડની વાતો કરીએ દર વર્ષે રોડ બનાવવા માટે ૧૦૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરતાં સત્તાધારી ભાજપના તેમના ૨૦ વર્ષના શાસનમાં ડસ્ટ ફી રોડ મોડેલ રોડ, પ્લાસ્ટીક રોડ, વ્હાઈટ ટોપિંગ રોડ, આઈકોનીક રોડની વાતો કરતાં સત્તાધારી ભાજપ સાદો ડામરનો સારો રોડ પણ નથી બનાવી શક્યાં તે બાબતની અમદાવાદની જનતાને જાણ છે અને નામ હાઇકોર્ટ પણ ઠપકાર આપી ચુકી છે.

    વરસાદી પાણીના નિકાલની વાતો કરીએ તો અમદાવાદ શહેરના અન્ય વિસ્તારોની વાત રહેવા દો પરંતુ અમદાવાદ શહેરનો પોશ એરીવા જયાં રહેતા લકો સૌથી વધુ ટેક્ષ ભરે છે તે વિસ્તારોમાં પણ પાણી ભરાઈ રહેવા પામેલ છે.

    કોમનવેલ્થની વાતો કરતાં સત્તાધારી ભાજપ એર કવોલીટી સુધારણા તથા અમદાવાદ શહેરનું ગ્રીન કવરેજ વધારવા કરોડો રૂા.નો ખર્ચ કરવા છતાં અમદાવાદની જનતાને શુધ્ધ હવા પણ નથી આપી શક્યાં

    અમદાવાદ શહેરને ભેગર લેસ કરવાની વાતો કરવામાં આવી છે પરંતુ જે રીતે પાછલા વર્ષોમાં વરસાદી પાણી, એ.એમ.ટી.એસ., બી.આર.ટી.એસ. રોગચાળા તથા અન્ય પટનાઓમાં અમદવાદ શહેરની ઘણી વ્યક્તિવઓ મૃત્યુ પામેલ છે.

    પ્રાથમિક સુવિધાને બાબતે શહેરની જનતા ત્રાહીમામ સોલીડ વેસ્ટ,બીજ, એસ્ટેટ /ટીડીઓ, હાઉસીંગ, ટેક્ષ, હૈલ્થ વિ. ડીપા.ની બેદરકારી તથા ગેરરીતીને કારણે અમદાવાદ શહેરની જનતા હેરાન પરેશાન

    ભાજપના રાજમાં અમદાવાદ મ્યુ.કોર્પો. કાંડ તથા કૌભાંડનું હબ બની ગયેલ છે છેલ્લા પાંચ વર્ષમાં ભરતી કૌભાંડ, ભષ્ટ્રાચારી હાટકેશ્વર બીજ, ખારીકટ કેનાલ, તુટી જતાં રોડ, કલીનીકલ ટ્રાયલ, ગાર્ડન તથા હાઉસીગ પ્રોજેક્ટમાં પણ કૌભાંડ હદ તો એ થાય છે કે, સ્મશાનના લાકડામાં પણ કૌભાંડ

    ભાજપ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સને ૨૦૨૬-૨૭ ના વર્ષનું અંદાજપત્ર “એ” મંજુર કર્યું છે તે માત્ર ફોમાંલીટી અનુસરવાવાળું અને પોકળ વાયદાવાળું અંદાજપત્ર છે

    કોંગ્રેસ પક્ષ દ્વારા નગરજનોને સારી પ્રાથમિક સુવિધા આપવાની વાતને પ્રાધાન્ય આપી નગરજનો ની સુખાકારીમાં વધારા અર્થે તથા શહેરના સવાંગી વિકાસ માટે કોંગ્રેસ પક્ષે જે ૯૨૨.૦૦ કરોડનો પ્રજાલક્ષી સુધારો મુકેલ છે તેને પક્ષાપક્ષીથી પર રહી આ સુધારો સર્વસંમતિથી મંજુર કરવા કોંગ્રેસ પક્ષે વિનંતી કરી છે.

    આમ ભાજપ દ્વારા ૨૦૨૬-૨૭ ના વર્ષ નું પોકળ વાયદાવાળુ અંદાજપત્ર તૈયાર કરેલ હોવાનું કોંગ્રેસ વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે ગણાવ્યું છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *