જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
ખાડિયા ૧ વોર્ડમાં મકાન નંબર ૮૦, સીટી સરવે નંબર ૧૦૭-૧૦૮, દેરાસરવાળો ખાંચો, બડાની ખડકી, ઘાંચીની પોળમાં રેસીડેન્સી મકાનમાં રીપેરીંગની મંજુરી મેળવી, જે ઇમારત ઊભી કરવામાં આવી છે, તે ઇમારત અને જૂની ઇમારત જે બંને ઇમારતના ફોટોગ્રાફ દેખાઈ રહ્યા છે. તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે જૂના બાધકામ કરતા નવા બનાવેલ બાધકામમાં રજા ચીઠીની શરતોનો અને મ્યું. કમિશ્નરે બહાર પાડેલ સર્ક્યુલરનો ખુલ્લે આમ ભંગ થયેલ દેખાઈ આવેલ છે. તેમ છતાં મધ્ય ઝોનના ડે. એસ્ટેટ ઓફિસર કે જેઓની જવાબદારી મ્યું. કમિશ્નરના સર્ક્યુલરનો અને કાયદાનો અમલ કરાવવાની છે, તેમ છતાં કયા કારણોથી આ મસમોટી ઈમારતમાં કાયદાનો અમલ કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે ?! તે સમજાતું નથી…!
કહેવાય છે કે ઘાંચીની પોળમાં અનેક રેસીડેન્સીના મકાનોમાં ગે.કા. બાધકામો કરેલ છે…સાથે સાથે રીપેરીંગની મંજૂરી મેળવી..થોડો સમય પસાર થયા પછી વાણિજ્ય ઉપયોગ ચાલુ થઈ જાય છે તેમ છતાં ખાડિયા વોર્ડ ઇન્સ્પેકટર, ખાડિયાના આસી. ટી.ડી.ઓ. અને ડે. એસ્ટેટ ઓફિસરને અનેક ફરિયાદો કરવા છતાં આવા શરત ભંગવાળા અને ગે. કા. બાધકામોને સીલ મારવાની કે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરતાં નથી. કારણકે આવી કામગીરી સામે કાર્યવાહી નહી કરવા માટે લાખો રૂપિયાનો વહીવટ થઈ રહ્યો હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. ત્યારે મ્યું. કમિશ્નર મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશ્નરની અને એસ્ટેટ વિભાગના બેજવાબદાર અધિકારી/કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી અંગેની કડક કાર્યવાહી હાથ ધરે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ઘાંચી ની પોળમાં મકાન નંબર ૮૨ અને ૧૩૯-૧૪૦ માં કાર્યરત કામગીરી પણ શંકાસ્પદ હોવાની માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામી છે જેની ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…