Wed. Apr 8th, 2026
    જમાલપુર વોર્ડમાં સરકારી જમીન અને હેરિટેજ મિલકતની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ થયેલ હોવાની જાગૃત નાગરિક દ્વારા થયેલ ફરિયાદ…!
    Views 158

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    જન સમૃદ્ધિ ન્યુઝને મળેલી માહિતી મુજબ જમાલપુર વિસ્તારમાં સરદાર એપાર્ટમેન્ટ કોર્ટની રંગ કાચની મસ્જિદ પાસે જમાલપુર ખાતે સરકારી જમીન અને હેરિટેજ મિલકતની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ હોવાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને તારીખ ૫-૬-૨૦૨૫ ના રોજ આપેલ હોવાથી તારીખ ૨-૭-૨૦૨૫ના રોજ કોર્પોરેશનની મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ અર્થે તપાસ કરી હોવાનું જાણવા મળેલ છે.

    હવે એ જોવાનું રહ્યું કે ખરેખર આ જગ્યાએ સરકારી જમીન કે હેરિટેજ મિલકતની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ થયેલ છે કે કેમ ? તેની જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં મુલાકાત લઈ, સત્ય જાણવાનો પ્રયાસ હાથ ધરાયા પછી જ આ બાંધકામની વિસ્તૃત છણાવટ કરવામાં આવશે ! જેથી જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *