Mon. May 25th, 2026
    ભાજપ સરકાર ૨૦ વર્ષથી મ્યુનિ. કોર્પોરેશનમાં, ૩૦ વર્ષથી રાજ્યમાં અને ૧૧ વર્ષથી કેન્દ્રમાં છે, તો પછી ગેરકાયદેસર વસાહતો, ગેરકાયદેસર બાંધકામ અંગે ભાજપ સરકાર મૌન કેમ ? : શક્તિસિંહ ગોહિલ…
    Views 287

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    ભારત દેશમાં બિનઅધિકૃત બાંગ્લાદેશી, પાકિસ્તાની સહિતના રહેવાસીઓને બહાર કાઢે તેમાં કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણ સમર્થન છે. પણ ૨૦ વર્ષથી મ્યુનિસીપાલીટીમાં, ૩૦ વર્ષથી રાજ્યમાં અને ૧૧ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, તો પછી ગેરકાયદેસર વસાહતો, ગેરકાયદેસર બાંધકામ અંગે ભાજપ સરકાર કેમ મૌન છે ? અતિ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે સીધો સવાલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ દેશ માં બિન અધિકૃત રીતે વિદેશી લોકો રહે અને કોઈ ચકાસણી ના થાય ત્યારે દેશ પર જોખમ ઉભુ થતું હોય છે બાંગ્લાદેશીઓ ને પકડે અને બહાર લઈ જાય તેમાં કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણ સમર્થન છે કાશ્મીર પહલગામમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયાં. પક્ષ થી ઉપર રાષ્ટ્ર નું હિત છે , અમે સરકાર ની સાથે છીએ જવાબદાર વિરોધ પક્ષ તરીકે પૂછવા માગીએ છીએ કે આતંકવાદ થી ઘટના બાદ જ બાંગ્લાદેશીઓ કેમ પકડ્યા , પહેલા કેમ ના પકડ્યા ? આટલા બાંગ્લાદેશીઓ અહીં ઘુસ્યા તો આઈ બી અને રો શું કરતી હતી ? સરહદ ની સુરક્ષા શું ?, કેમ આટલા વર્ષો થી ઘૂસણખોરો ઘૂસી રહ્યા છે ? ચંડોળા તળાવમાં ૧૮૦ બાંગ્લાદેશી પકડ્યાં. તંત્રને ખબર હતી કે આટલા વર્ષોથી રહે છે તો પગલાં કેમ નહિ ? દેશની સુરક્ષાનો સવાલ છે. તેમાં કોઈ બાંધછોડ ચલાવી લેવાય નહીં. આતંકવાદની ઘટના પછી જ કેમ બાંગ્લાદેશીઓ યાદ આવ્યાં ? સરહદની વ્યવસ્થાનું શું ? ચંડોળા તળાવનો મુખ્ય આરોપી કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં કામ કરતો હતો, એટલે શું ભાજપ સરકાર તેને આશરો આપતી હતી, તેની સામે રજૂઆત છતાં કાર્યવાહી કેમ ના થઈ ? ૨૦૨૧ અને ૨૦૨૩માં ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે પગલા લેવા રજૂઆત કરી કેમ પગલાં ના લીધા ? રાજકીય ફાયદા માટે ભારતીય જનતા પાર્ટી ગુંડાઓને છાવરે છે. જેનો આ સીધો પુરાવો છે. બાંગ્લાદેશી, પાકિસ્તાની કે ચાઈનીઝ સામે કડક પગલા કેમ નથી લેતાં ? કાયદાકીય પગલાં લેવાં કોંગ્રેસ પક્ષ આ મુદ્દે સરકારની સાથે છે.

    સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવાં માટે દેશના નાગરિકો દલિત, ગરીબ, બક્ષીપંચ, માયનોરિટી, સામાન્ય પરિવારના લોકો ઉપર બુલડોઝર ચલાવીને ભાજપ સરકાર નિષ્ફળતા છૂપાવે છે. ૩૦ વર્ષના શાસનમાં આ મકાનો બન્યાં તે કેવી રીતે બન્યાં ? આ જવાબદારી અધિકારીઓ અને શાસનમાં રહેલી સરકારની છે. તમામ ધર્મના લોકોના મકાનો તોડ્યાં તે તમામ ધર્મના છે. તેમાં હિંદુઓના પણ મકાનો છે. રહેઠાણનો આશરો તોડતા પહેલાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત નું પાલન કરવાનું, અમાનવીય કૃત્ય સામે અમે આંખ બંધ કરી નહીં બેસી શકીએ જે તે પરિવારોને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની હોય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા જે પિડીતોના મકાનો તોડી પાડ્યાં છે, ત્યાં માનવતાના ધોરણે હિંદુ, મુસ્લિમ, બક્ષીપંચ તમામ જાતિના લોકોને ન્યાયિક મદદ કરશે. લોકોના મકાનોના લાઈટ કે પાણીના જોડાણો કાપેલા હોય તો ફરીથી જોડવામાં આવે. ગેરકાયદેસર બાંધકામો બન્યાં ત્યારે જે તે અધિકારી અને કોના નેજા હેઠળ બનાવવામાં આવ્યા તે અધિકારીઓના નામો જાહેર કરીને તે અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. માનવતાની દ્રષ્ટિએ માનવતાના માપદંડનું પાલન કરવામાં આવે. તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. આ આપણા ભારતીય નાગરિકો છે. જે વર્ષોથી ગુજરાતમાં વસેલા છે. આ વસાહત બનાવતી વખતે જે તે અધિકારીઓએ હપ્તાં લઈને બનાવ્યાં ? તેઓના નામ જાહેર કરવામાં આવે. ચંડોળા તળાવના વસાહતની સંપૂર્ણ પારદર્શિક તપાસ કરવામાં આવે. પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન પક્ષના નેતા શ્રી શહેઝાદખાન પઠાણ, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ઉપસ્થિત રહ્યા હતાં.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *