Sun. Apr 19th, 2026
    દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા અન-અધિકૃત બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ…
    Views 231

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.

    અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ ઝોનના વટવા વિસ્તારમાં આવેલ ચંદનનગર રોડ, પંચવટી રો-હાઉસ નાં મકાન ન- ૩૬ પાસે થયેલ કોમર્શીયલ પ્રકારના ૨૦૦ ચો.ફુટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલ કુલ ૦૨ યુનિટ અન-અધિકૃત બાંધકામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ અન્વયેની નોટીસોની કાર્યવાહી કરવામાં આવેલ. પરંતુ બાંધકામકર્તા દ્વારા અન-અધિકૃત બાંધકામને સ્વેચ્છાએ દુર કરવામાં ન આવતા નારોલ પોલીસ સ્ટેશનથી મળેલ પોલીસ બંદોબસ્ત, ૩ દબાણ ગાડી,૦૧ જે.સી.બી મશીન, ૧૫ ખાનગી કોન્ટ્રાક્ટ્રરના મજુરોની મદદથી અન-અધિકૃત બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવેલ છે.

    તેમજ લાંભા(ઉત્તર) વોર્ડમાં નારોલ વિસ્તારમાં આવેલ પ્રગતિ વન સ્કીમ સામે, હાઈ-ફાઈ સ્કીમ ની પાછળ, હાઈફાઈ ચોકડી પાસે થયેલ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના ૧૬૧૪ ચો.કુટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલ કુલ ૦૧ યુનિટ અન-અધિકૃત બાંધકામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ અન્વયેની નોટીસોની કાર્યવાહી કરવામાં આવેલ. પરંતુ બાંધકામકર્તા દ્વારા અન-અધિકૃત બાંધકામને સ્વેચ્છાએ દુર કરવામાં ન આવતા અ.મ્યુ.કો ના એસ.આર.પી પોલીસ થી મળેલ પોલીસ બંદોબસ્ત, ૨ દબાણ ગાડી, ૦૧ ગેસ કટર મશીન, ૧૫ ખાનગી કોન્ટ્રાક્ટ્રરના મજુરોની મદદથી અન-અધિકૃત બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવેલ છે.

    વધુમાં ટી.પી.સ્કીમ અમલીકરણ અંતર્ગત જાહેરમાર્ગ ખુલ્લા કરવાની કામગીરીના ભાગરૂપે ટી.પી.સ્કીમ નં.૫૬ (નારોલ શાહવાડી) ના ગુજકોમાસોલ પાસે, લાંભામાં આવેલ ૧૮.૦૦ મી. પહોળાઈના ટી.પી રોડ પરથી કપાતમાં આવતા ૩૦૦ રનીંગ મી. કમ્પાઉન્ડ વોલ તથા તેમાં આવતા બાંધકામોને ૦૧ જે.સી.બી મશીન, દબાણ ગાડી તથા દબાણ મજુરોની મદદથી દૂર કરી અંદાજીત ૨૫૦ રનીગ મીટર ટી.પી.રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે.

    તેમજ ટી.પી.સ્કીમ અમલીકરણ અંતર્ગત જાહેરમાર્ગ ખુલ્લા કરવાની કામગીરીના ભાગરૂપે ટી.પી.સ્કીમ નં.૦૯ (રાજપુર હિરાપુર) ના એપરલ પાર્ક થી સિલ્વર સ્ટાર પોલીસ ચોકી તરફ જતા ૧૮.૨૮ મી. પહોળાઈના ટી.પી રોડ પરથી એક્સ્ટેન્શન પ્રકારના કુલ ૧૯ બાંધકામોનાં ૩૨૨૮ ચો.ફૂટનાં બાંધકામોને ૦૧ જે.સી.બી મશીન, દબાણ ગાડી તથા દબાણ મજુરોની મદદથી દૂર કરી જાહેર જનતા માટે ટી.પી.રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *