Mon. Apr 20th, 2026
    ઉત્તર ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન, ગંદકી/ન્યુશન્સ કરતા એકમો વિરુધ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી..
    Views 208

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    તા.૨૧/૦૪/૨૦૨૫ ના રોજ થીમ બેઝ એક્ટીવીટી અંતર્ગત ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા/ચાની કીટલીઓ ઉપર પેપર કપ ઉપયોગ કરતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબીન (કચરાપેટી) ન રાખતા જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો વિરુધ્ધ જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અનુસાર ૧.૯ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી જાહેર રોડ પર ડેબ્રીજ/ગંદકી કરવા બદલ ૦૩ એકમોને સીલ કરવામાં આવેલ છે તેમજ ૨૭૫ એકમોને નોટીસ આપીને રૂ.૬૯,૭૫૦/-દંડ વસુલ કરવામાં આવેલ છે.

    તેવી જ રીતે ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા, જાહેરમાર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો / ઈસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી.એક્ટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાંઆવેલ છે. જે કાર્યવાહી દૈનિક ધોરણે દિવસ દરમ્યાન કરવામાં આવે છે સાથે વધુ અસરકારક કામગીરી થાય તે સારૂ સવાર અને સાંજ સ્પે. સ્કોડ કાર્યરત કરાયેલ છે. જે કાર્યવાહી અંતર્ગત તા. ૨૦.૦૩.૨૦૨૫ થી તા. ૨૧.૦૩.૨૦૨૫ ના રોજ સો.વે.મે. વિભાગ ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ ૧૫૦ જેટલાં એકમો તપાસતાં, આ પ્રકારના કૃત્ય બદલ ૪૯ એકમો ને નોટીસો ઈશ્યુ કરી, ૩.૬ કિ.ગ્રા. પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી, રૂ. ૫૦,૩૦૦ /- દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ સો.વે.મે. નાં નિયમોનાં ઉલ્લઘન બદલ અન્ય એકમો વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *