Wed. Jun 24th, 2026
    સુરતના એ.સી.પી. સોનારા સામે ફોજદારી ગુન્હો નોંધવાના સુરતની અદાલતના આદેશથી પોલીસ બેડામાં ખળભળાટ…
    Views 281

    સુરત.. વિષ્ણુ પ્રજાપતિ..તા. ૧૯-૦૪-૨૦૨૫

    સુરતના એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, સુરતના માનનીય બીજા અધિક ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા શ્રી જે.ટી. સોનારા, તપાસ અધિકારી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, કલમ 166A (બ) હેઠળ ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેઓએ નોંધાયેલ ગંભીર કેસમાં આરોપીઓને બચાવવા માટે સંજ્ઞાપત્ર તથા પુરાવાઓને અવગણ્યા હોવાનો આરોપ છે.

    મુદ્દો મૂળરૂપે એફ.આઈ.આર નંબર 1121002221 3379/2022 સાથે સંકળાયેલ છે, જેમાં ફરિયાદી દાવા કરે છે કે સ.ન ૨૦૨૧ મા, કોરોના ના સમયે મોટા વરાછા પાસે નરદીપસિંહ છેલુભા ગોહિલને નીકળ્યો હતો ત્યારે કાપોદ્રા પોલીસના કર્મચારીઓએ કેટલાક યુવકોને માર મારતા હતા આ દરમિયાન નરદીપસિંહ પોલીસને કહ્યું કે સાહેબ ગરીબ લોકોને શું કામ હેરાન કરો છો તેઓને જવા દો આ સાંભળીને પોલીસના કર્મચારીઓ ઉશ્કેરાટ માં આવી ગયા હતા અને નરદીપસિંહ છેલુભા ગોહિલને પોલીસ મથકે લઈ જઈને એને ક્રૂરતાપૂર્વક માર માર્યો અને ધમકી આપી, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી અને લાંબા સમય સુધી સારવાર હેઠળ રહેવું પડ્યું. આ ઘટના ને લઈને પોલીસ કર્મચારીઓ દિલીપભાઈ રાઠોડ, સંજયભાઈ કરજાણીયા, જય, હરદીપસિંહ, તેમજ અન્ય સ્ટાફ ની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે કોઈ ગુનો નહીં નોંધતા આખરે વકીલ મારફતે સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી જેમાં પોલીસ તાપસ નો હુકમ થયેલ હતો.

    ફરિયાદી તરફથી અસંખ્ય વખત દાખલ કરાયેલા મેડિકલ દાખલા, ફોટોગ્રાફ્સ, કોલ રેકોર્ડિંગ્સ અને ચશ્મદીઠ (નજરે જોનાર સાહેદ) ગવાહોનાં નિવેદનો બાબતે તપાસ અધિકારી શ્રી સોનારાએ કસોટી, તપાસ કે કાર્યવાહી હાથધરી ન હતી. અદાલતે નોંધ્યું કે તપાસ અધિકારીએ ન તો ગુનાઓની જગ્યાનું પંચનામું કર્યું, ન તો ચશ્મદીઠ ના નિવેદન લીધા અને ન તો ઉપલબ્ધ મેડિકલ પ્રમાણપત્રો કે સી.સી.ટી.વી. ફૂટેજ જેમના આધારે ગંભીર પુરાવાઓ મળી શકતા તે તમામને અવગણ્યા હતા અને ફરિયાદી દ્વારા પુરાવા મેળવવા માટે વારંવાર કરેલી વિનંતીઓને પણ અવગણી, આમ સાથી પોલીસ કર્મચારીઓને બચાવવાના સ્પષ્ટ બદનક્ષીભર્યા ઇરાદાને પ્રતિબિંબિત કરે છે. વધુમાં, ફરિયાદી દ્વારા તપાસ અધિકારીને વારંવાર વિનંતી કરવામાં આવી હતી કે આરોપી દ્વારા ફરિયાદીને સમાધાન માટે દબાણ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી, છતાં તપાસ અધિકારીએ આંખ આડા કાન કર્યા અને સમાધાન માટે પણ પ્રોત્સાહન આપ્યું.

    અદાલતે સ્પષ્ટ જણાવ્યું કે તપાસ અધિકારીએ પોતાની કાયદેસરની ફરજ નિભાવવાની જગ્યાએ, આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે, જે કલમ 166A (b) IPC હેઠળ ગંભીર ગુનામાં આવે છે.

    આદેશના મુખ્ય મુદ્દા:
    શ્રી જે.ટી. સોનારા વિરુદ્ધ કલમ 166A(b) હેઠળ ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપવામાં આવે છે.

    શ્રી સોનારાને સમન્સ બજાવા માટે પોલીસ કમિશ્નર, સુરતને આદેશ આપવામાં આવેલ છે,

    આ નિર્ણય એ નિર્દેશ આપે છે કે ન્યાય તંત્ર પારદર્શક તપાસ, સરકારી અધિકારીઓની જવાબદારી અને નાગરિકોના હકોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે, ભલે આરોપી કોઈ પણ હોદ્દા પર હોય.

    મૂળ ફરિયાદી એ તેમના વકીલ તરીકે ગુજરાત હાઇકોર્ટ અને સુરતની પ્રસિદ્ધ કાનૂની પેઢીના નામાંકિત વકીલ શ્રી નીલ. પી. લાખાણી ને રોક્યા હતા.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *