Tue. Apr 21st, 2026
    અમદાવાદ શહેરમાં હેલ્થ રજીસ્ટ્રેશન / લાયસન્સ વિના ધંધો કરતા એકમો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી.
    Views 232

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા, તા. ૧૬-૦૪-૨૫

    અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ખાધ્ય ધંધાકીય એકમો સામે
    તા.૨૯/૦૩/૨૦૨૫ થી તા.૧૨/૦૪/૨૦૨૫ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે લેવામાં આવેલ શંકાસ્પદ નમુનામાં દુધ અને દુધની બનાવટો (દુધનો હલવો, ઘી, આઈસ્ક્રીમ, પનીર, લસ્સી, બટર, ચીઝ) મીઠાઈ, બેકરી પ્રોડકટસ, મઠો, શીખંડ, બેસન, કાળા તલ, કેરીનો રસ, શેરડીનો રસ, મેંગો મિલ્ક શેક, મોસંબી જ્યુસ, ચિકુ મિલ્ક શેક, ઠંડાપીણા (શરબત, બરફ ગોળો, કાર્બોનેટેડ વોટર), ખાધ્ય તેલ, મસાલા ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમોની તપાસ દરમ્યાન એફએસએસએ-૨૦૦૬ અન્વયે ખાધ્ય પદાર્થનાં ધંધાકીય એકમોમાંથી શંકાસ્પદ ખાધ્ય નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.

    તેમજ તા. ૨૯/૦૩/૨૦૨૫ થી તા. ૧૨/૦૪/૨૦૨૫ સુધીમાં તપાસ કરેલ ખાધ્ય ધંધાકીય એકમોમાં
    (૧) તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ શિવશંભુ ડેરી પ્રોડક્ટસ, શેડ નં.૬૨, જીએફ- શ્રીનાથ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, નાના ચિલોડા, નરોડા રોડ, અમદાવાદવાળી જગ્યાની તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવેલ છે.

    (૨) તા.૩૧/૦૩/૨૦૨૫ ના રોજ જલારામ પરોઠા હાઉસ, દુ.નં.૬, શ્રી પાર્શ્વ ઓરીયન, પાલડી, અમદાવાદવાળી જગ્યાની સર્જીમાંથી ઇથળ નીકળવાની ફરીયાદ તેમજ તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવેલ છે.

    (૩) તા.૦૨/૦૪/૨૦૨૫ ના રોજ દેહલ બેવરેજીસ એલએલપી, પ્લોટ નં.૩૪૩૧ એન્ડ ૩૪૩૩, જય જય ભવન સામે, કુબેરનગર, અમદાવાદવાળી જગ્યાની તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવેલ છે..
    (૪) તા.૦૪/૦૪/૨૦૨૫ ના રોજ બાલાજી ગૃહ ઉધ્યોગ, ૨, કમલ કોમ્પલેક્ષ, બેંક ઓફ બરોડા પાસે, મણીનગર ચાર રસ્તા, મણીનગર, અમદાવાદવાળી જગ્યાએ તપાસ દરમ્યાન કારીગરની પર્સનલ હાઇજીન કન્ડીશન સારી ન હોવાથી તેમજ અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવેલ છે.

    (૫) તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ ફ્રેશ ચીકન શોપ, ખોડીયારનગર સામે, નારણપુરા, અમદાવાદવાળી જગ્યાએ તપાસ અનહાઇજેનીક કન્ડીશન મળી આવેલ તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૯ અન્વયેનો પરવાનો રજુ કરેલ ન હોવાથી સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવેલ છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્રારા આગામી દિવસો દરમ્યાન જાહેર આરોગ્યના હીતના અનુસંધાને આઈસ્ક્રીમ, લસ્સી, કેરીનો રસ, શેરડીનો રસ, વિવિધ પ્રકારના ઠંડાપીણા, મીઠાઈ, નમકીન, દુધ અને દુધની બનાવટો, બેકરી પ્રોડકટસ, ચોકલેટસ, ખાધતેલ, તૈયાર ખોરાક તથા તેને આનુષાંગિક રો-મટીરીયલના ધંધા સાથે સંકળાયેલ એકમો તેમજ અલગ અલગ વોર્ડ વાઇઝ ખાધ્ય પદાર્થનો ધંધો કરતા અને શહેરની તમામ હોટલ / રેસ્ટોરન્ટના તપાસ તેમજ ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવશે તેમજ આવનાર દિવસોમાં લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ સધન ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ / બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *